લોકસભામાં વિપક્ષ પર પ્રહાર કરતારેલવે પ્રધાનએ કહી સીધી વાતઅમે સખત મહેનત કરનાર છીએ, તમારી જેમ રીલ બનાવનારા નહીં : અશ્વિની વૈષ્ણવ
કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે, વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે, અમે મહેનતુ લોકો છીએ, તમારી જેમ અમે રીલ્સ બનાવીને બતાવનારા લોકો નથી. રેલવેની સુરક્ષા અંગે તેમણે જણાવ્યું હતું કે, રેલવેમાં સુરક્ષાની કવચ સિસ્ટમનું આધુનિક સંસ્કરણ દેશના રેલવે નેટવર્કના પ્રત્યેક કિલોમીટર પર સ્થાપિત કરવાનું કામ ચાલી રહ્યું છે અને તેમાં કોઈ કસર છોડવામાં નહીં આવે. યુપીએના સમયકાળ કરતા પણ અમારા શાસનકાળમાં રેલવેમાં યુવાનોને વધુ રોજગારી આપવામાં આવી છે.
રેલવે મંત્રાલયના નિયંત્રણ હેઠળના વિવિધ વિભાગની અંદાજપત્ર પરની અનુદાનની માંગ પર છેલ્લા બે દિવસથી લોકસભામાં ચાલી રહેલી ચર્ચાનો જવાબ આપતા રેલવે મંત્રી વૈષ્ણવે કહ્યું, “અમે રીલ બનાવનારા લોકો નથી. અમે સખત મહેનત કરનારા લોકો છીએ, તમારી જેમ રીલ બનાવીને લોકોને બતાવનારા નથી.લોકો પાઇલોટ્સ વિશે, અશ્વિની વૈષ્ણવે કહ્યું કે “લોકો પાઇલોટ્સ, સરેરાશ કામ અને આરામનો સમય વગેરે સંબંધિત તમામ બાબતો રેલવે એક્ટ હેઠળ ૨૦૦૫માં બનેલા નિયમો દ્વારા નક્કી કરવામાં આવે છે. ત્યારપછી ૨૦૧૬માં આ નિયમોમાં સુધારો કરવામાં આવ્યો હતો અને લોકો પાયલટોને વધુ સુવિધાઓ આપવામાં આવી હતી.
રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું કે તમામ ૫૫૮ રનિંગ રૂમ એર કન્ડિશન્ડ યુક્ત છે. લોકોમોટિવ કેબ્સ ખૂબ વાઇબ્રેટ થાય છે અને ખૂબ જ ગરમ થઈ જાય છે. તેથી, ૭,૦૦૦ થી વધુ લોકો પાઈલટની કેબિનને એર-કન્ડિશન્ડ કરવામાં આવી છે અને તેને અર્ગનોમિક ડિઝાઇન આપવામાં આવી છે. ૨૦૧૪ પહેલા સત્તામાં બેઠેલા લોકોએ, આ લોકો પાયલોટ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી હોત તો સારું થાત. જે લોકો આજે રીલ બનાવીને સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમના સમયમાં આ બધુ ઝીરો હતુ. લોકો પાયલટ માટે કોઈ સુવિધાઓ જ નહોતી.રેલવેમાં ભરતીનો ઉલ્લેખ કરતા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, “જાે આપણે રેલવેમાં ભરતીની વાત કરીએ તો, યુપીએના કાર્યકાળ દરમિયાન, ૨૦૦૪ થી ૨૦૧૪ સુધી રેલ્વેમાં માત્ર ૪ લાખ ૧૧ હજાર કર્મચારીઓની ભરતી કરવામાં આવી હતી,
જ્યારે ૨૦૧૪ થી ૨૦૨૪ સુધીના એનડીએના આ ૧૦ વર્ષના શાસનમાં કર્મચારીઓની ભરતી ૫ લાખ ૨ હજારને પાર થઈ છે.તેમણે કહ્યું કે રેલવે ભરતી માટે વાર્ષિક કેલેન્ડર હોવું જાેઈએ, અમે તેને જાન્યુઆરી ૨૦૨૪માં જાહેર કર્યું છે. રેલવેમાં નોકરી કરવા ઈચ્છતા યુવાનો માટે હવે વર્ષમાં ચાર વખત (જાન્યુઆરી, એપ્રિલ, જુલાઈ અને ઓક્ટોબર) ખાલી જગ્યાઓ જાહેર કરવામાં આવે છે. હજુ પણ ૪૦,૫૬૫ જેટલી ખાલી જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે અને તેમની ભરતી થવાની છે. જેનો કાર્યક્રમ પણ જાહેર કરવામાં આવશે.
Recent Comments