લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં12 રાજ્યની 93 બેઠક પર સરેરાશ 60% થી વધુનું મતદાન થયું
વડાપ્રધાન નરેન્દ્રમોદીએમતદારોને રેકોર્ડ સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરી હતી. આ પછી PMએ અમદાવાદની નિશાન હાયરસેકન્ડરી સ્કૂલમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. PM નરેન્દ્ર મોદી મંગળવારે સવારે ગુજરાતના અમદાવાદમાં મતદાન કરવા માટે મતદાન કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમના સ્વાગત માટે લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમનું સ્વાગત કર્યું. આ પછી પીએમમોદીએ લોકોને શુભેચ્છા આપવાનું શરૂ કર્યું. લોકોને મળી રહ્યા હતા ત્યારે પીએમ મોદી એક જગ્યાએ રોકાયા હતા અને એક નાની બાળકીને સ્નેહ કરતા જોવા મળ્યા હતા. એક વૃદ્ધ મહિલા પીએમમોદીને રાખડી બાંધતી જોવા મળી હતી અને પીએમમોદીએ પણ લોકોનો આભાર માન્યો હતો.
સાંજે 5 વાગ્યા સુધી સરેરાશ 60% જેટલું મતદાન નોંધાયું હતું. આસામમાં74.86%, બિહારમાં 56.01%, છત્તીસગઢમાં66.87%, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવમાં65.23%, ગોવામાં72.52%, ગુજરાતમાં 55.22%, કર્ણાટકમાં66.05%, મહારાષ્ટ્રમાં62%, મધ્યપ્રદેશમાં62%. 53.40%, ઉત્તર પ્રદેશમાં 55.13% અને પશ્ચિમ બંગાળમાં73.93% મતદાન નોંધાયું હતું.
ગુજરાતમાં 50787 જેટલા મતદાન મથકો પર મતદાન થશે.ગુજરાતમાં લોકશાહી ના દિવસની ઉજવણી કરવામાં આવશે.લોકસભાચૂંટણીના ત્રીજા તબક્કામાં11 રાજ્યો અને કેન્દ્રશાસિતપ્રદેશોના93 સંસદીય ક્ષેત્રનામતદારો નવી સરકારને ચૂંટવા માટે મતદાન કરશે. સાંજ સુધીમાં, પ્રથમ ત્રણ તબક્કામાં280 થી વધુ મતવિસ્તારોમાં એટલે કે કુલ લોકસભા બેઠકોમાંથીઅડધાથી વધુ પર મતદાન પૂર્ણ થઈ જશે. બાકીના ચાર તબક્કામાં263 સંસદીય મતવિસ્તારો માટે મતદાન થશે.તેમજ13600 મતદાન મથક સંવેદનશીલ છે. ચુંટણી સાથે સાથે ગરમીથી રાહત આપવા માટે ગરમી ને લઈને પણ મતદાન મથક પર કરવામાં વ્યવસ્થાઓ કરવામાં આવી છે.1.20 લાખ પોલીસ કર્મીઓ અને અધિકારીઓ આજે મતદાન મથક પર તહેનાત રહેશે.તેમજ25 સીટો પર ખરાખરીનો જંગ જામશે.ગુજરાતમાં આજે એક જ તબક્કામાં મતદાન પૂર્ણ થશે,25 બેઠકો, કારણ કે ભાજપે સુરત બેઠક બિનહરીફ જીતી છે, અને ગોવામાં2 બેઠકો, કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ1-1 બેઠક છે.
ગુજરાત રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું હતું. રાજયના તમામ સંસદીય મતવિભાગોમાં મતદાનની પ્રક્રિયા સરળતાથી અને સુપેરે પૂર્ણ થઇ છે. રાજ્યના વિશિષ્ટ પ્રકારના મતદાન મથકોઆકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સાંજે 5.00 વાગ્યા સુધીમાં રાજ્યની 25 લોકસભા બેઠક પર સરેરાશ 55.22 ટકા તથા વિધાનસભાની05 બેઠકો પર 56.56 ટકા મતદાન થયું છે. મતદાન આજે સાંજે 6:00 વાગે સંપન્ન થયું હતું. આજે મોડી રાત્રે 12 વાગ્યે ચોક્કસ ટકાવારી જાણી શકાશે.
મતદાનના દિવસે કંટ્રોલરૂમ સહિત EVM સંબંધી 11, આદર્શ આચારસંહિતા સંબંધી 21 તથા બોગસ વોટીંગ, કાયદો વ્યવસ્થા, ક્રાઉડીંગ વગેરે અંગે 18 અને અન્ય 42 મળી કુલ 92 ફરિયાદો મળી છે. અન્ય માધ્યમો થકી તારીખ 6 મે સુધી 2,384 મળી અત્યાર સુધીમાં કુલ 2,476 ફરિયાદો મળી છે. આમ કુલ 24,131 ફરિયાદો મળી છે.
રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએઉમેર્યું હતું કે, રાજયના25 સંસદીય મતવિભાગોના49,140 મતદાન મથકો પૈકી 1,820 મતદાન મથકોમાં2 BUs નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મતદાન દરમિયાન સાંજના 5.00 કલાક સુધીમાં 116 એટલે કે 0.23 % BU, 114 એટલે કે 0.23 % CU અને 383 એટલે કે 0.78 % VVPAT બદલવામાં આવ્યા હતા. તમામ જિલ્લાઓમાંઝોનલ ઓફિસર કે જે તે વિસ્તારના ઇન્ચાર્જ પાસે રિઝર્વ મશીન સેટ ઉપલબ્ધ રાખવામાં આવ્યા હતા. જ્યાં પણ નાની મોટી સમસ્યા સર્જાઈ, ત્યાં ત્વરિત EVMના બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ કે વીવીપેટ યુનિટ રિપ્લેસ કરવામાં આવ્યા છે.
પારદર્શક ચૂંટણી યોજવાના નિર્ધાર સાથે રાજ્યના 25,000 જેટલા મતદાન મથકોખાતેથીવૅબકાસ્ટીંગ કરવામાં આવ્યું હતું. જ્યાં ફરિયાદો મળી હતી તે મતદાન મથકોનુંવેબકાસ્ટીંગ થકી ક્રોસ વેરિફિકેશન પણ કરવામાં આવ્યું હતું.
રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએપોલીંગસ્ટાફની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, લગભગ 40 થી 41 ડિગ્રીની ગરમીમાં પણ મતદાન સ્ટાફે ખૂબ જ નિષ્ઠાથી ફરજ નિભાવી છે તે બદલ તેમણે મતદાન સ્ટાફ તથા તેમના પરિવારજનોનો આભાર પ્રગટ કર્યો હતો.
Recent Comments