ગુજરાત

લોકસભા ચૂંટણીમાં સુરતથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરિફ જાહેર થયા, સી. આર પાટીલ સાથે કરી મુલાકાત

ગુજરાતમાં ઇતિહાસ રચાયો છે, ગુજરાતમાં પ્રથમ વખત લોકસભાના બિનહરીફ સાંસદ ચૂંટાયા છે. ગુજરાતની ૨૬ લોકસભા બેઠક પૈકી એક બેઠક ભાજપે ચૂંટણી પહેલા જ કબ્જે કરી લીધી છે.કલેક્ટરશ્રી દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી કે સુરત બેઠક પરથી બીએસપીના ઉમેદવાર પ્યારેલાલ ભારતીએ ફોર્મ પરત ખેંચ્યું હતું.

જેથી સુરત લોકસભા બેઠક પર માત્ર ભાજપના મુકેશ દલાલ જ ઉમેદવાર છે ત્યારે લોકસભા ચૂંટણીમાં સુરતથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરિફ જાહેર થયા હતા. સુરત થઈ લોકસભા ચૂંટણીમાં બિનહરિફ જાહેર થયા બાદ, મુકેશ દલાલ દ્વારા આગેવાનો સાથે નવસારીના સાંસદ અને ગુજરાત ભાજપ ના પ્રમુખ સી. આર પાટીલ ની સાથે મુલાકાત કરી હતી, ત્યારે પ્રદેશ પ્રમુખે તેમણે શુભેછાઓ અને શુભકામનાઓ પાઠવી હતી સાથેજ કહ્યું હતું કે, આ તો શુભ શરૂઆત થઈ ચૂકી છે, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને સુરતે પહેલું કમળ અર્પણ કર્યું છે.

Related Posts