બોલિવૂડ

લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન મહારાષ્ટ્રમાં સ્ટેજ પર ડાન્સ કરી લોકોના મન મોહી લીધા ગોવિંદાએ

હમણાં થોડા દિવસો પહેલાજ અભિનેતા ગોવિંદાની રાજકારણમાં રિ-એન્ટ્રી થઈ છે, તેઓ મહારાષ્ટ્રની શિવસેના પાર્ટીમાં જોડાયા છે. ત્યારથી, અભિનેતામાંથી રાજકારણી બનેલા ગોવિંદા જોરશોરથી પ્રચારમાં વ્યસ્ત છે.

શિવસેનાના સ્ટાર પ્રચારક હોવાથી તેઓ ઉમેદવારોના પ્રચાર ઘણી બધી જગ્યાઓ પર પ્રચાર કરવત જોવા મળે છે પણ ત્યારેજ એક સ્થળ પર ચુંટણીના પ્રચાર દરમિયાન અભિનેતા ગોવિંદ અચાનક સ્ટેજ પર ડાન્સ કરવા લાગે છે. અભિનેતાને ડાન્સ કરતા જોઈને ત્યાં હાજર લોકો ખૂબ ખુશી થી ઝૂમી ઉઠે છે અને તાલીઓનો ગળગળાટ થવા લાગે છે.

ચૂંટણી પ્રચાર દરમિયાન ગોવિંદા તેના હિટ ગીત ‘આપકે આ જાને સે..’ પર કમર મટકાવીને ડાન્સ કરવા લાગી જાય છે. તેને ડાન્સ કરતા જોઈને અન્ય નેતા પણ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે અને તે પણ તેની સાથે સ્ટેજ પર ડાન્સ કરી રહ્યા છે. સભામાં હાજર લોકો પણ ઉત્સાહિત થઈ જાય છે ગોવિંદાના ડાન્સને જોયા બાદ, આ સાથે હાજર લોકો બૂમાબૂમ કરી રહ્યા છે. ગોવિંદાની સ્ટાઈલ અને ઉત્સાહ પહેલા જેટલો જ જબરદસ્ત દેખાઈ રહ્યો છે. તે ગીતની દરેક લાઇનને ફુલ એક્સપ્રેશન સાથે મેચ કરતો જોવા મળે છે. ચૂંટણી પ્રચાર દરમિયાન કોઈ અભિનેતાનો આવો લુક પહેલીવાર જોવા મળ્યો છે.

Related Posts