લોકસભા ચૂંટણી ૨૦૨૪ઃ કોંગ્રેસે આંધ્રપ્રદેશમાંથી ૯ અને ઝારખંડમાંથી ૨ ઉમેદવારોની જાહેરાત કરી
કોંગ્રેસ પક્ષે લોકસભા ચૂંટણી ૨૦૨૪ ને ધ્યાનમાં લઈને વધુ એક ઉમેદવારોની યાદી બહાર પાડી હતી. આ ઉમેદવારોની યાદીમાં આંધ્રપ્રદેશમાંથી ૯ અને ઝારખંડમાંથી ૨ ઉમેદવારોની જાહેરાત કરી છે. કોંગ્રેસે દીપિકા સિંહ પાંડેની જગ્યાએ પ્રદીપ યાદવને ગોડ્ડા, ઝારખંડથી પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. જ્યારે રાંચીથી યશસ્વિની સહાયને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
પ્રદીપ યાદવે છેલ્લી લોકસભા ચૂંટણી ગોડ્ડાથી ત્નફસ્ની ટિકિટ પર લડી હતી. બાદમાં ત્નફસ્ ભાજપમાં ભળી ગયું. ત્યારબાદ પ્રદીપ કોંગ્રેસમાં જોડાયા હતા. તેમણે તેમની રાજકીય કારકિર્દી વિદ્યાર્થી નેતા તરીકે શરૂ કરી હતી અને ભારતીય જનતા પાર્ટીના સભ્ય હતા. ૨૦૦૭માં, તેઓ ભારતીય જનતા પાર્ટી છોડીને ઝારખંડ વિકાસ મોરચા (પ્રજાતાંત્રિક)માં જોડાયા. પ્રદીપ યાદવ પોરૈયાહાટના વર્તમાન ધારાસભ્ય પણ છે.આંધ્ર પ્રદેશમાં લોકસભાની કુલ ૪૨ બેઠકો છે, જ્યારે ઝારખંડમાં કુલ ૧૪ લોકસભા બેઠકો છે. આ મહિનાની શરૂઆતમાં કોંગ્રેસે આંધ્ર પ્રદેશમાં લોકસભાની ૬ અને વિધાનસભાની ૧૨ બેઠકો માટે યાદી જાહેર કરી હતી.
Recent Comments