ભાજપ, કોંગ્રેસ અને અપક્ષના સ્ટાર પ્રચારકોમાં ત્રીજા તબક્કા ના મતદાનને માત્ર ગણતરીના કલાકો બાકી છે ત્યારે સૌ કોઈએ પોતાની પૂરી તાકાત લગાવી દીધી જનતાને રીઝવવા ના ભરપૂર પ્રયાસો કર્યા હતા, તેમજ ગામડાથી શહેર સુધી પાર્ટીઓએ તેમના વિસ્તારોમાં બૂથવાર જનસંપર્ક માટે કાર્યકરોને સૂચનાઓ આપી છે. છેલ્લા બે દિવસમાં, પક્ષોએ શક્ય તેટલા વધુ મતદારોને આકર્ષવા માટે તેમના તમામ પ્રયાસો કર્યા છે. હવે ૭ તારીખે, મંગળવારે મતદાન યોજાશે, જેથી આજે સાંજથી ચૂંટણી પંચના કાયદા મુજબ પ્રચાર પડઘમ શાંત થશે. આજે સાંજથી કોઈપણ પાર્ટી કે ઉમેદવાર લાઉડ સ્પીકર, જાહેરસભ્યઓ, રેલીઓ,અથવાતો પ્રચાર પ્રસારણ કોઈ પણ મધ્યમ નો ઉપયોગ નહિ કરે. હવે ૪ જૂનના દિવસે મતગણતરી ના દિવસે જનતાનો મત કોને દેશ માટે સેવ કરવાની તક આપે છે તે ખબર પડશે.
લોકસભા ચૂંટણી ૨૦૨૪ ત્રીજા તબક્કા ના મતદાનને માત્ર ગણતરીના કલાકો બાકી, આજ સાંજથી પ્રચાર પડઘમ શાંત


















Recent Comments