લોકસભા ચૂંટણી ૨૦૨૪ પહેલા ચૂંટણી પંચે તમામ રાજકીય પાર્ટીઓને એક એડવાઈઝરી જાહેર કરી
લોકસભા ચૂંટણી ૨૦૨૪ની જાહેરાત થોડા સમયમાં થવાની છે, આ પહેલા જ ચૂંટણી પંચે તમામ રાજકીય પાર્ટીઓને એક એડવાઈઝરી જાહેર કરી દીધી છે. પંચે ભડકાઉ ભાષણ અને તથ્યો વગરના નિવેદનો ના આપવાનો કડક નિર્દેશ આપ્યો છે. પંચે કહ્યું છે કે પ્રચાર દરમિયાન જાતિ-ધર્મના આધાર પર મત ના મગાવવા જાેઈએ. પંચે કહ્યું કે મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુરૂદ્વારા કે કોઈ અન્ય ધાર્મિક સ્થળને લઈ નિવેદન આપવાથી બચવું જાેઈએ. જાે કોઈ આનું ઉલ્લંઘન કરવામાં આવ્યું તો કાર્યવાહી થઈ શકે છે.
ચૂંટણીમાં સ્ટાર પ્રચારકોની મોટી ભૂમિકા હોય છે. ઘણી વખત સ્ટાર પ્રચારકોથી આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન થઈ જાય છે પણ આ વખતે ઉલ્લંઘન કરવા પર તમામ સ્ટાર પ્રચારકોની મુશ્કેલીઓ વધી શકે છે. ચૂંટણી પંચે કહ્યું કે જે સ્ટાર પ્રચારકો અને ઉમેદવારોને પહેલાથી જ આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન કરવાની નોટિસ મળી ચૂકી છે, બીજી વખત આવુ કરવા પર તે તમામની સામે કડક કાર્યવાહી થઈ શકે છે. પંચ તરફથી આ એડવાઈઝરી સકારાત્મક રાજનીતિને પ્રોત્સાહન આપી રહી છે.
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે તાજેત્તરમાં જ રાજકીય પાર્ટીને નૈતિક અને સન્માનજનક રાજનીતિને પ્રોત્સાહન આપવું જાેઈએ. પંચની આ એડવાઈઝરી સકારાત્મક રાજનીતિ તરફ પ્રેરિત કરે છે. પંચે આદર્શ આચારસંહિતાના ઉલ્લંઘનને અભિયાન દ્વારા રોકવા માટે પાયો તૈયાર કરી રહ્યા છે. પંચે પાર્ટીઓને સાર્વજનિક શિષ્ટાચાર રાખવાનો નિર્દેશ આપ્યો છે. તે લોકો પર લોકો પર વધારાની જવાબદારી નાખવા સૂચના આપી, જેને પહેલા નોટિસ મળી ચૂકી છે. આ એડવાઈઝરીમાં સોશિયલ મીડિયાની ગતિવિધિઓને પણ સામેલ કરવામાં આવી છે. વિપક્ષીઓને બદનામ કરવા કે અપમાન કરનારી પોસ્ટને શેયર ના કરવા માટે પણ કહેવામાં આવ્યું છે.
Recent Comments