સાબરકાંઠા લોકસભા બેઠકને લઈ ચૂંટણી માટે મધ્યસ્થ કાર્યાલયને હિંમતનગરમાં ખુલ્લુ મુંકવામાં આવ્યુ છે. ભાજપના પ્રદેશ મહામંત્રી રજની પટેલ, ક્લસ્ટર ઈન્ચાર્જ બાબુભાઈ જેબલિયા અને બેઠક સંયોજક દુષ્યંત પંડ્યા તથા સહ સંયોજક જેડી પટેલ સહિત સાબરકાંઠાના સાંસદ દીપસિંહ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા.
હિંમતનગરના શહેરના સહકારી જીન વિસ્તારમાં ભાજપ દ્વારા ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય ખુલ્લુ મુકવામાં આવ્યુ હતુ. કાર્યક્રમમાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લા ભાજપના સંગઠન પ્રમુખ સહિત હોદ્દેદારો અને પદાધીકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બંને જિલ્લાના ભાજપના ધારાસભ્ય પણ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન પ્રદેશ ભાજપના મહામંત્રી રજની પટેલે મીડિયાએ કરેલ સીજે ચાવડાના સવાલને લઈ કહ્યુ હતુ કે, ઉમેદવાર સંદર્ભે અત્યારે કહેવુ એ વહેલું હશે. પાર્ટી ઉમેદવાર નક્કી કરશે અને એ જ માન્ય રહેશે.
Recent Comments