લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ ઃ અચૂક મતદાન કરો
ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ દવેએ કલોલ મત વિભાગમાં ચૂંટણીમાં ફરજ અદા કરનાર અધિકારી- કર્મચારીઓ સાથે બેઠક યોજાઇ
જિલ્લા ચૂંટણી અધિકારીએ ૩૮ કલોલ મતદાર વિભાગના સ્ટ્રોંગ રૂમ અને પોસ્ટલ બેલેટ સ્ટ્રોંગ રૂમ, બોરીસણાના આદર્શ મતદાન મથક, ની મુલાકાત લીધી ઃ જરૂરી સૂચન- માર્ગદર્શન આપ્યું
ગાંધીનગર જિલ્લાના પાંચ વિધાનસભા મત વિભાગમાં લોકસભા સામાન્ય ચૂંટણી શાંતિપૂર્ણ અને ર્નિભય માહોલમાં યોજાય તેના સુચારું આયોજન અર્થે જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવેએ કલોલ મત વિભાગના અધિકારી- કર્મચારીઓ સાથે કલોલ ખાતે બેઠક યોજી હતી.
ગાંધીનગર સંસદીય મત વિસ્તારમાં જિલ્લાની ૩૮ કલોલ મતદાર વિભાગનો સમાવેશ થાય છે. જિલ્લા કલેકટર શ્રી મેહુલ દેસાઇએ આ મતદાર વિભાગની મુલાકાત લીઘી હતી. મુલાકાત દરમ્યાન તેમણે બોરીસણા – ૯ હોલી ચાઇલ્ડ સ્કુલ ખાતે તૈયાર કરવામાં આવનાર આદર્શ મતદાન મથકની મુલાકાત લઇને તેના વિશેની માહિતી કલોલ પ્રાંત અધિકારી અને મદદનશી ચૂંટણી અધિકારી શ્રી જૈનિલ દેસાઇ પાસેથી મેળવી હતી. તેની સાથે તેમણે આ મત વિભાગમાં નિયત થયેલ કલોલની સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કુલ ખાતેના સ્ટ્રોંગ રૂમ અને પી.બી રૂમની મુલાકાત લીઘી હતી. ત્યાં આગળ થયેલ સુવ્યવસ્થિત થયેલ આયોજનની માહિતી મેળવી હતી. પ્રત્યેક્ષ નિરીક્ષણ કર્યું હતું. આ અંગેનું જરૂરી સૂચન અને માર્ગદર્શન પણ આપ્યું હતું.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી મેહુલ દવેના અધ્યક્ષ સ્થાને યોજાયેલ બેઠકમાં કલોલ મતદાર વિભાગમાં લોકસભા સામાન્ય ચૂંટણી સંદર્ભે થયેલ પૂર્વ આયોજન બાબતે સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આ મત વિભાગના તમામ અધિકારી અને કર્મચારીઓ પાસેથી વ્યક્તિગત રીતે તેમની કામગીરી અંગેના આયોજનની માહિતી મેળવી હતી. કલેકટરશ્રીએ ૩૮ કલોલ મતદાર વિભાગમાં આદર્શ મતદાન મથક, સખી મતદાન મથક, યુવા મતદાન મથક, દિવ્યાંગ મતદાન મથક સહિત મતદાન જાગૃત્તિ અંગેના કાર્ય અને મતદારોની મતદાન મથક ખાતેની સુવિઘાની માહિતી મેળવી હતી. તેમજ યુવા મતદારો સહિત મતદારો વઘુમાં વઘુ મતદાન કરે તેવા સુચારું આયોજન કરવા વિસ્તૃત માહિતી આપી હતી. ૮૫ વર્ષથી મોટી વયના મતદારોને ઘરે બેઠા મતદાનની સુવિઘા અંગેની સમજ પણ આપી હતી.
આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પાર્થ કોટડિયા, ચૂંટણી શાખા, ગાંધીનગરના મામલતદાર શ્રી ર્ડા. આર.કે.
Recent Comments