fbpx
અમરેલી

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ સિંગલ વિન્ડો સિસ્ટમ (એક બારી પધ્ધતિ) શરુ કરવામાં આવી

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ સિંગલ વિન્ડો સિસ્ટમ (એક બારી પધ્ધતિ) શરુ કરવામાં આવી છે. ઉમેદવારો, રાજકીય પક્ષો અને સંબંધિતોને જાહેરસભા, રેલી, સરઘસ, વાહનના ઉપયોગ અને લાઉડ સ્પીકર જેવી પરવાનગીઓ સરળતાથી અને એક જ સ્થળેથી મળી રહે તે હેતુથી સિંગલ વિન્ડો સિસ્ટમ (એક બારી પધ્ધતિ) શરુ કરવામાં આવી છે.

        જિલ્લા કક્ષાએ નોડલ અધિકારી તરીકે ચિટનીશ ટુ કલેકટરશ્રી અમરેલી તથા વિધાનસભા મત વિભાગ વાઇઝ નિમણુક કરવામાં આવી છે અને તેમાં વિધાનસભા મત વિભાગ વાઇઝ સિંગલ વિન્ડોના નોડલ અધિકારીશ્રીઓની નિયુક્તિ કરવામાં આવી છે. ૯૪-ધારી-ધારી તાલુકા મામલતદારશ્રી, ૯૫-અમરેલી-અમરેલી તાલુકા મામલતદારશ્રી, ૯૬-લાઠી- લાઠી તાલુકા મામલતદારશ્રી, ૯૭-સાવરકુંડલા-સાવરકુંડલા તાલુકા મામલતદારશ્રી, ૯૮-રાજુલા-રાજુલા તાલુકા મામલતદારશ્રી, ૯૯-મહુવા- મહુવા તાલુકા મામલતદારશ્રી, ૧૦૧-ગારિયાધાર-ગારિયાધાર તાલુકા મામલતદારશ્રી સિંગલ વિન્ડોના નોડલ અધિકારીશ્રી તરીકે ફરજ બજાવશે, તેમ અમરેલી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts