જ્યારે સમાજમાં ડીઝીટલ હાઈટેક યુગ પુરજોશમાં ચાલી રહયો છે તેવી વેળાએ લોકોમા વાંચનની અભિરુચિ વિકસે એ સંદર્ભમાં સાવરકુંડલા શહેરમાં વાંચન માટે એક અનોખો કાર્યક્રમ યોજાશે. આઝાદીનો અમૃત મહોત્સવ સાથો સાથ શ્રી સર્વોદય સરસ્વતી મંદિર બાબાપુર સંસ્થાનો પણ અમૃત મહોત્સવ નજીક છે ત્યારે વાંચનનો શોખ ધરાવતા વાંચકો માટે પુસ્તક વાંચન કાર્યક્રમ અંતર્ગત અહીં સાવરકુંડલા શહેરમાં આવેલ ચાણક્ય ટયુશન ક્લાસ, જે. વી. મોદી હાઈસ્કુલ સામે દર મહિનાના બીજા અને ચોથા રવિવારે સાંજે ૫ થી ૭ આ સ્થળ પર આવી જે પુસ્તક વાંચવું હોય રજીસ્ટરમાં નામ નોંધાવી ઘરે લઈ જઈ શકશે અને પંદર દિવસે વાંચીને પરત કરવાનું રહેશે.
આ પુસ્તક વિનામૂલ્યે વાંચન માટે આપવામાં આવશે. આ સંદર્ભે વિશેષ માહિતી માટે અમિત ચાવડા, આસી. શિક્ષક જુના સાવર કુમાર શાળા રહે. ચંદ્રમૌલી સોસાયટી, મનસુખભાઈ વાળા શિક્ષક શ્રી લોકવિદ્યાલય મંદિર થોરડી, વિપુલ ચૌહાણ શિક્ષક શ્રી એમ.કે. સાવલિયા આર્ટસ કોલેજ બાઢડાનો સંપર્ક કરવોખાસ કરીને જેમણે પુસ્તકો અને વાંચનનો બહોળો પ્રચાર કર્યો. સમાજમાં વાંચનનો મહિમા વધાર્યો. એવા શ્રી મહેન્દ્રભાઈ મેઘાણીને પણ આ એક અંજલિ સમાન કાર્યક્રમ છે અને આ પુસ્તક વાંચન કાર્યક્રમ તારીખ ૨૮-૮-૨૦૨૨ મેઘાણી જયંતિના શુભ દિવસે આ પ્રકલ્પ શરૂ થશે. આ સંદર્ભે ઝવેરચંદ મેઘાણીનું સમગ્ર સાહિત્ય પણ વાંચન માટે ઉપલબ્ધ રહેશે
Recent Comments