અમરેલી

લોકો તહેવારો ભય વગર અને શાંતિથી ઉજવી શકે તે માટે ખડે પગે ફરજ બજાવતાં પોલીસ કર્મચારીઓનું ૨૪×૭ ગ્રુપ દ્વારા અભિવાદન

આપણાં તમામ તહેવારોમાં પોલીસને ઘર-પરિવારથી દૂર રહી ફરજ બજાવવી પડે છે જે વાતને આપણે નજર અંદાજ કરીએ છીએ– ડો. ભરત કાનાબારસરકારના વિવિધ વિભાગોના મોટા અધિકારીઓને તો લોકો તરફથી માન-સન્માન હંમેશા મળતું રહે છે અને વિભાગની સારી કામગીરી બદલ ઉપરી અધિકારીઓની વાહ વાહ પણ થતી હોય છે પણ તંત્રની કોઈ શાખા કે વિભાગની કામગીરીની સફળતા પાછળ તેના નામ ચહેરાની ઓળખ વગરના અનેક નાના કર્મચારીઓની નિષ્ઠા અને દિવસ રાતનો પરિશ્રમ ખુબજ મહત્વનો ભાગ ભજવતો હોય છે. એમા પણ આવશ્યક ગણાતી સેવાઓ કે જેમાં કર્મચારીઓએ ઓફિસ અવર્સ સિવાય પણ ડયુટી બજાવવાની હોય છે તેવા વિભાગના કર્મચારીઓને તહેવારોના સમયમાં પોતાના ઘર-પરિવારથી દૂર રહી ફરજ બજાવવાની આવે છે. લોકો પોતાના તહેવારો પોતાના પરિવાર સાથે આનંદથી અને શાંતિથી ઉજવી શકે તે માટે એવા વિભાગોના કર્મચારીઓ ખડે પગે દિવસ રાત જોયા વિના ફરજ બજાવે છે.

આવા વિવિધ વિભાગોના નાના કર્મચારીઓનું અભિવાદન કરવાના વિચાર સાથે ૨૪×૭ ગ્રુપ દ્વારા વિદ્યુત વિભાગના ફીલ્ડમાં કામ કરતાં લાઈનમેનોનું સન્માન કરાયા બાદ, અમરેલી શહેરના કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, ASI તથા ડ્રાયવરોનું અભિવાદન કરવામાં આવ્યું.

અમરેલી શહેર પોલીસ સ્ટેશનના પ્રાંગણામાં તા. ૨૩/૧૧/ના ગુરૂવારે સાંજે અમરેલી PI વાઘેલા સાહેબની ઉપસ્થિતિમાં અમરેલીના ૨૪×૭ ગ્રુપના ડો. ભરતભાઈ કાનાબાર, વેપારી અગ્રણી યોગેશભાઈ કોટેચા, હરેશભાઈ સાદરાણી, બીપીનભાઈ ગાંધી, ટોમભાઈ અગ્રાવત, કિરણભાઈ નાંઢા, દિનેશભાઈ બેદી તથા એડવોકેટ ચેતનભાઈ રાવળ દ્વારા અમરેલી શહેરના ૭૦ જેટલા પોલીસ કર્મચારીઓનું અભિવાદન કરાયું હતું તથા શુભેચ્છાના પ્રતીક રૂપે ૧કીલો ઓર્ગેનીક ગોળ આપવામાં આવેલ.અમરેલીના એસ.પી. હિંમકરસિંઘે આ કામ માટે ડો. ભરત કાનાબારને ટેલીફોનીક અભિનંદન આપ્યા હતા.

Related Posts