fbpx
ગુજરાત

લોક કલાકાર હકાભા ગઢવી અને એક્ટર દેવ પગલી પણ ભાજપમાં જાેડાયા

સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારના રાજીનામા બાદ પણ ભાજપનો ભરતી મેળો યથાવત છે. આજે કમલમમાં આયોજિત ભરતી મેળામાં મોટા માથા ભાજપમાં જાેડાયા છે. પૂર્વ ધારાસભ્ય જાેઈતા પટેલે કેસરિયા કર્યા. તો લોક કલાકાર હકાભા ગઢવી અને એક્ટર દેવ પગલી પણ ભાજપમાં જાેડાયા છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે ખેસ પહેરાવી સ્વાગત કર્યુ હતું. તો ડીસાના અપક્ષ ઉમેદવાર લેબજી ઠાકોર પણ ભાજપમાં જાેડાયા છે. આજે દેશમાં વિકાસનું વાતાવરણ હોવાનું ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ જણાવ્યું. તેમણે કહ્યું કે, .યોજનાઓ છેવાડાના લોકો સુધી પહોંચે તેવા પ્રયાસ કરાયા. દેશમાં ૨૨ નવી છૈંૈંસ્જી શરૂ થશે. ઁસ્ મોદી રાજકારણ નહીં પરંતુ રોજ નવો ઈતિહાસ લખે છે. રેલવેનો પ્રવાસ પહેલા દુઃખદ હતો. આજે રેલવેની કાયાપલટ થઈ છે.

જાણીતા ગાયક દેવ પગલીએ ભાજપમાં જાેડાઈને કહ્યું કે, જે રામના નહિ, જે ભાજપને મત નહિ આપે એ દેશદ્રોહી છે. મોદી, શાહ અને યોગી બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો અવતાર છે. તો લોક કલાકાર હકાભાએ પોતાના અંદાજમાં કહ્યું કે, રામને લાવ્યા એટલે ભાજપનો સાથ આપવો પડે. વરસાદ આવવાની પહેલાં પવન આવે એ રીતે હાલ પવન છે. ચૂંટણી પરિણામમાં વરસાદ આવશે. રામને લાવ્યા છે તો રામ ૪૦૦ પાર કરાવશે. દક્ષિણ ગુજરાતમાં ભાજપને ડબલ ઝટકો મળ્યો છે. ભાજપના નેતા અરવિંદ ચૌધરી ફરી એકવાર કોંગ્રેસમાં જાેડાયા છે. તો વ્યારાના પૂર્વ તાલુકા મહામંત્રી કેવજી ચૌધરીએ પણ કોંગ્રેસમાં પ્રવેશ કર્યો. કોંગ્રેસ મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના ઉદ્‌ઘાટન પ્રસંગે ૨૦૧૭ માં વ્યારા વિધાનસભાના બીજેપી પક્ષે ઉમેદવાર રહેલા અરવિંદ ચૌધરી ફરી કોંગ્રેસમાં જાેડાયા છે. તેઓ કોંગ્રેસમાંથી પાંચ ટર્મ તાલુકા પંચાયત પ્રમુખ રહી ચૂક્યા હતા. તેઓ વર્ષ ૨૦૧૭ માં કોંગ્રેસ છોડી ભાજપમાં જાેડાયા હતા. તેઓ આજે ફરી ઘરવાપસી કરી છે. ડો. તુષાર ચૌધરી હસ્તે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો. બીજેપીના પૂર્વ વ્યારા તાલુકા મહામંત્રી કેવજી ચૌધરીએ પણ ડો.તુષાર ચૌધરી ના હસ્તે વિવિધિવત રીતે કોંગ્રેસમાં જાેડાયા.

ભાવનગર તળાજા તાલુકાના મણાર ગામે મળેલ ખેડૂતોની જાહેર સભામાં કનુભાઈ કળસરિયાએ ખુલાસો કર્યો કે, તેઓ ભાજપમાં નથી જતા. લાંબા સમયથી કનુ કળસરિયાની ભાજપમાં જાેડાવાની ચાલી રહેલ ચર્ચા ઉપર કનુભાઈએ નિવેદન આપી પૂર્ણ વિરામ મુક્યો છે. કનુભાઈએ જણાવ્યું કે, લોકોએ મને ભાજપમાં જાેડાવવા ખૂબ કહ્યું, પણ ભાજપમાં જાેડાવવા માટે મારુ મન માનતું નથી, માન્યું નથી અને માનશે પણ નહીં. કોઈ મોહમાં પડીને શું કરવું જાે આ પાર્ટીમાં જઈ ખેડૂતોનું હિત થતું હોય તો જાઉં. પણ આ પાર્ટીની વાત મને ગળે ના ઉતરતા મેં ભાજપમાં જવાનું માંડી વાળ્યું.

Follow Me:

Related Posts