fbpx
ભાવનગર

લોક વિદ્યાલય માઇધાર ખાતે ‘વિમલ જલ મંદિર’ નો લોકાર્પણ 

લોક વિદ્યાલય માઇધાર ખાતે ‘વિમલ જલ મંદિર’ નો લોકાર્પણ કાર્યક્રમ યોજાઈ ગયો. છાત્રાલય સહિત ધોરણ 9 થી 12 ના 300 ઉપરાંત બાળકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે અહીં આશરે બે લાખ રૂપિયાના ખર્ચે જોધપુર રાજસ્થાનના વિમલ વડેરા સ્મૃતિ પરમાર સંસ્થા ના સહયોગથી આ પીવાના પાણીના પરબનું નિર્માણ શક્ય બન્યું છે. માઈધાર લોકવિધાલય વિદ્યાલય ખાતે લોકાર્પણના કાર્યક્રમમાં જોધપુર સ્થિત સુમિત્રા દેવી અને સોહનલાલ વડેરા તેમજ લોકભારતી ગામ વિદ્યાપીઠના અરૂણભાઇ દવે, ઘનશ્યામભાઈ સભાડીયા, લાલજીભાઈ સોલંકી, આચાર્ય પાચુભાઈ ભમ્મર, ભાવનાબેન પાઠક સહિતના ઉપસ્થિત રહ્યા હતા.માઇધાર સહિત લોક નિકેતન બેલા, શેત્રુંજી ડેમ ઉત્તર બુનિયાદી વિદ્યાલય, કસ્તુરબા વિદ્યાલય મોટી પાણીયાળી , દંગાપરા પ્રા શાળા (મોટા ખોખરા) વગેરે shala- સંસ્થાઓ માં પણ પીવાના પાણીના પરબ બનાવવામાં આવ્યા છે.

Follow Me:

Related Posts