સમાજની દિકરીઓને સામાન્ય ફી માં રહેવા, જમવા, અભ્યાસ, શિક્ષણ તાલીમ, રમત ગમત સહિતની સુવિધાવાળી વ્યવસ્થા સરદારધામ–અમદાવાદ ખાતે આવેલ સંસ્થાની મુલાકાત સરદારધામ અમરેલીના અગ્રણીઓ સહિતના આગેવાનોએ લીધી હતી. સંસ્થાના મુલાકાત પુવ૬/ગ્:ત્સે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી હતી.
સરદારધામ અમદાવાદ ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણ સુવિધાસભર ટ્રેનિંગ સેન્ટર અને હોસ્ટેલની સુવિધા પૂરી પાડતું અત્યાધુનિક સંકુલ છે. ત્યાં રહેવાં જમવાની વ્યવસ્થા સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આધુનિક કોમ્પ્યુટર લેબ,લાયબ્રેરી,સ્ટડી હાઉસ,સ્પોર્ટ્સ સંકુલ, વગેરે જેવી સુવિધાઓ આપતું અને દીકરીઓ માટે એક રૂપિયાના ટોકન દરે તથા દીકરાઓ માટે વાર્ષિક 20000 રૂપિયા જેવી મામુલી ફી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આ ફી માંથી પણ માફી આપવામાં આવે છે..
.
આ મુલાકાત દરમ્યાન સરદાર ધામના પ્રમુખ સેવક ગગજીભાઈ સુતરિયા, સરદારધામના નાણાં મંત્રી જગદીશભાઈ ભુવા,સરદારધામના કેમ્પસ ડિરેકટર બ્રિજેશ પલસાણા, સરદારધામના સૌરાષ્ટ્ર ઝોન ના પ્રભારી સુભાષ ડોબરીયા, તથા સરદરધામના સમગ્ર ટ્રસ્ટી મંડળ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ તકે અમરેલી સરદારધામના કન્વીનર રાજેશ માંગરોળિયા, સરદારધામ યુવા તેજ ના જિલ્લાના કન્વીનર સંજય માલવીયા,જી.પી.બી.ઓ.કન્વીનર રાકેશ નાકરાણી, સરદાર ધામ યુવા તેજસ્વીની કન્વીનર પ્રવિણાબેન કાબરીયા, બગસરા થઈ જે.પી. માલવીયા, લીલીયા થી ચતુરભાઈ કાકડીયા, ભીખુભાઇ કાબરીયા, સંજય ભેંસણીયા, સંજય રામાણી,શુભમ દુધાત, જયસુખભાઈ મોણપરા, એ.વી.આકોલીયા, એ.પી.બોરડ, પરેશ પોકળ, ભરતભાઇ બાવીશી, વિપુલ જેસાણી સહિત યુવા અગ્રણીઓ જોડાયા હતા.


















Recent Comments