લોજપામાં ભંગાણઃ ૫ સાંસદોએ ચિરાગ પાસવાનને હોદ્દા પરથી હટાવ્યા
રામ વિલાસ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (એલજેપી)માં મોટુ ભંગાણ પડ્યું છે. પાર્ટીના પાંચ સાંસદોએ રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાનને તમામ હોદ્દા પરથી હટાવી દીધા છે. સાથે જ ચિરાગના કાકા પશુપતિ કુમાર પારસની નેતા તરીકે પસંદગી કરાઈ છે. તેમને રાષ્ટ્રીય અધ્યક્ષની સાથે સંસદીય દળના નેતાની જવાબદારી પણ સોંપવામાં આવી છે.
આ સાથે એલજેપીના સાંસદ પશુપતિ કુમાર પારસ, ચૌધરી મહેબૂબ અલી કૈસર, વીણા સિંહ, ચંદન સિંહ અને પ્રિન્સ રાજનો ચિરાગથી રસ્તો અલગ થઈ ગયો છે. પાર્ટીમાં આ ભંગાણનું કારણ ભાજપ અને જેડીયુ વચ્ચે ચિરાગને લઈને ચાલી રહેલી ઝગડો માનવામાં આવી રહ્યો છે.
રવિવારે મોડી સાંજ સુધી ચાલેલી લોજપા સાંસદોની બેઠકમાં આ ર્નિણયને મંજૂરી આપવામાં આવી હતી. બાદમાં પાંચ સાંસદોએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પણ તેમના ર્નિણય અંગે માહિતી આપી હતી. સાંસદોએ તેમને આ સંદર્ભે એક સત્તાવાર પત્ર પણ સોંપ્યો હતો. સોમવારે આ સાંસદો ચૂંટણી પંચને પણ આ અંગે માહિતી આપશે. તે પછી, તેઓ તેમના ર્નિણયોની સત્તાવાર જાહેરાત કરશે. બીજી તરફ પાર્ટીના પ્રવક્તા અશરફ અંસારીએ આવા કોઈપણ ભંગાણને નકારી કાઢયું છે.
પશુપતિ કુમાર પારસ છેલ્લા કેટલાક દિવસોથી જેડીયુના સાંસદ લલન સિંહ સાથે સતત સંપર્કમાં હતા. હાલમાં જ પટનામાં બંને વચ્ચે બેઠક થઈ હતી. દિલ્હીમાં પણ તેમની વચ્ચે સતત વાતચીત થતી રહી છે. તેમનો સાંસદો સાથે સંપર્ક પણ બની રહ્યો હતો.
પારસ લોજપાના સાંસદોમાં સૌથી સિનિયર છે. સૌથી મોટી વાત એ છે કે તે રામવિલાસ પાસવાનનો નાનો ભાઈ છે. તેઓ દરેકને સાથે લઇ ચાલી શકે છે. તેમના નેતા હોવાને કારણે અન્ય સાંસદો પણ અસહજતા અનુભવતા નહીં.
૫ સાંસદોના ર્નિણય બાદ લોજપામાં મોટા ઘમાસાણની આશંકા છે. પહેલા જ લોજપાના અનેક નેતાઓ જેડીયુમાં સામેલ થઈ ચૂક્યા છે. આ સિલસિલો આગળ પણ વધશે. આ તરફ, ચિરાગ તરફથી મનાવવાના પ્રયાસ શરૂ થઈ ગયો છે. મોદી રાત સુધી આ પ્રયાસ ચાલ્યા હતા. ગઈ વખતે સાંસદોએ ચિરાગણી વાત માની લીધી હતી, પણ આ વખતે તેઓ પાછળ હટવા માટે તૈયાર ન હતા.
Recent Comments