લોરેન્સ બિશ્નોઈને સલમાનનો જડબાતોડ જવાબ
બિગ બોસનું શૂટિંગ રદ્દ કરી દીધું, સુરક્ષાને લઈ સલમાન વીકએન્ડના વારનું શૂટિંગ કરશે નહિ બાબા સિદ્દીકીની હત્યા બાદ સોશિયલ મીડિયા પર સમાચાર વાયરલ થઈ રહ્યા છે કે, સલમાન ખાને બિગ બોસનું શૂટિંગ રદ્દ કરી દીધું છે. સાથે કહેવામાં આવ્યું કે, સુરક્ષાને લઈ સલમાન વીકએન્ડના વારનું શૂટિંગ કરશે નહિ. હવે સલમાન ખાને સાબિત કરી દીધું કે, ભાઈજાન કોઈથી ડરતો નથી. બિગ બોસ ૧૮નું શૂટિંગ શરુ કરી સલમાન ખાને લોરેન્સ બિશ્રોઈને જડબાતોડ જવાબ આપ્યો છે. સુત્રોની વાત માનીએ તો બિગ બોસના શૂટિંગ વચ્ચે સેટ પર સિક્યોરિટી વધારી દેવામાં આવી છે. હાઈ સિક્યોરિટીની સાથે સલમાન ખાને પોતાનું કામ શરુ કરી દીધું છે. સલમાન ખાન બિગ બોસના સેટ ફિલ્મ સિટીના જંગલમાં છે, હાલમાં આ સેટની બહાર પણ સલમાન ખાનના પ્રાઈવેટ બોર્ડી ગાર્ડની ટીમ હાજર છે. આ ટીમ બિગ બોસની બહાર કોઈ પણ ગાડી કે વ્યક્તિને ઉભા રહેવાની પરવાનગી આપી રહી નથી. સાથે જે વીકએન્ડ નો વાર મંચ પર સલમાન ખાન શૂટ કરશે. તેમાં ઓડિયન્સ હોય છે. પરંતુ હાલમાં ઓડિયન્સને બિગ બોસના સેટ પર એન્ટ્રી આપવામાં આવી નથી.
બિગ બોસના સેટ પર પરવાનગી વગર જવું મુશ્કેલ છે. કારણ કે, આઈડી કાર્ડ વગર કોઈ પણ વ્યક્તિને ફિલ્મસિટી કે પછી દાદાસાહેબ ફાળકે ચિત્ર નગરીના ગેટથી એન્ટ્રી આપવામાં આવતી નથી. આ ફિલ્મ સિટીમાં ૩ મોટા સિક્યોરિટી પોઈન્ટ છે. દરેક સિક્યોરિટી પોઈન્ટ પર ફિલ્મસિટીના પ્રાઈવેટ સિક્યોરિટી ગાર્ડની ટીમ અને પોલીસ રહે છે. ફિલ્મસિટી સિવાય દરેક સેટની પોતાની સિક્યોરિટી હોય છે અને બિગ બોસના સેટ પર પણ દરરોજ ૨૫ સિક્યોરિટી ગાર્ડની ટીમ કામ કરે છે. આ ટીમમાંથી કેટલાક લોકો સેટની એન્ટ્રી પોઈન્ટ પર રહે છે. કેટલાક પુરુષ અને મહિલાઓની ચેકિંગ માટે હોય છે. બિગ બોસના સેટ પર કોઈને પરવાનગી વિના કોઈએ પ્રવેશ આપવામાં આવતો નથી.આનું ધ્યાન રાખવાની સાથે આ ટીમને એ સુનિશ્ચિત કરવાની જવાબદારી પણ આપવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિ ઘડિયાળ, મોબાઈલ અને કાગળો સાથે બિગ બોસના ઘરમાં પ્રવેશ ન કરે.
Recent Comments