રાષ્ટ્રીય

લોસ એન્જલસમાં ગરવી ગુજરાત કાર્યક્રમ યોજાયો

કોરોનાની લહેર થોડી ધીમી પડ્યા બાદનું આ સૌથી મોટું ગેટ ટુ ગેધર કાર્યક્રમ લોસ એન્જલસમાં સમ્પન્ન થયો હતો. જેમાં ૮૦૦૦ લોકોએ હાજર રહીને ગુજરાતી લોકગીતોનું રસપાન કર્યું હતું. કેલિફોર્નિયાના લોસ એન્જલસ ખાતે વેલેન્સીઆ હાઈસ્કુલના ઓડિટોરિયમ ખાતે ગીતા રબારીનો ‘ગરવી ગુજરાત’ કાર્યક્રમ યોજાયો હતો.

‘ગરવી ગુજરાત’ કાર્યક્રમમાં ગીતા રબારી, માયા ભાઈ આહિર જેવા કલાકરો તેમજ યોગી પટેલ, પરિમલ શાહ, બાબુભાઈ પટેલે શોને ઓર્ગેનાઈઝ કર્યો હતો અને કાઉન્સિલ મેન નરેશ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. ગીતા રબારી, માયા ભાઈ આહિર, સન્ની જાદવે લોસ એન્જલસમાં ગુજરાતીઓને લોકગીતના તાલે ડોલાવ્યા હતા. ગીતા રબારીના ગીતો પર લોકો મન મુકીને ઝૂમ્યા હતા તેમજ ગીતા રબારી પર ડોલરનો વરસાદ કર્યો હતો.

Related Posts