અમરેલી

લોહાણા મહાજન ટ્રસ્ટ સાવરકુંડલા દ્વારા સર્વ જ્ઞાતિ માટે નિઃશુલ્ક શૈક્ષણિક માર્ગદર્શન સેમીનાર યોજાયો.

યોગ્ય દિશામાં તકાયેલું તીર જ મત્સ્યવેધ કરી શકે છે એ સૂત્રને ચરિતાર્થ કરતો સાવરકુંડલા નાવલી નદી કાંઠે સ્થિત લોહાણા મહાજન વાડી ખાતે લોહાણા મહાજન ટ્રસ્ટ સાવરકુંડલા દ્વારા સર્વ જ્ઞાતિ માટે નિઃશુલ્ક શૈક્ષણિક માર્ગદર્શન સેમીનાર યોજાયો હતો.. આજના યુગમાં જ્ઞાન એ જ શક્તિ અને આજીવિકા માટે એક અમોઘ શસ્ત્ર સમું કાર્ય કરે છે. સાંપ્રત બદલતી વૈશ્વિક પરિમાણોમાં શિક્ષણનું મહત્વ દિનપ્રતિદિન વધી રહ્યું છે. દેખો દેશ બદલ રહા હૈં. ઔર હમારી સોચ કો બદલના ભી બહુત જરૂરી હૈં. આ સંદર્ભે બાળકોમાં અભ્યાસ અંગેની યોગ્ય રૂચિ  કઈ રીતે વધુ પ્રદિપ્ત થાય તેમજ આજના ડિઝીટલ યુગમાં મોબાઈલ, લેપટોપ, ટી.વી. તેમજ દિનપ્રતિદિન અપડેટ થતી વિવિધ ટેકનોલોજી બાળકો માટે વરદાન છે

કે અભિશાપ સમાન? એ સંદર્ભે સચોટ માર્ગદર્શન અને સમજણ આ સેમિનારમાં પીરસવામાં આવી હતી  બાળકોની મનોવૈજ્ઞાનિક પધ્ધતિથી કેવી રીતે સંભાળ લેવી.? વૈદિક મેથ્સ, યાદશક્તિ કઈ રીતે વધારવી.? તેવા અનેક સાંપ્રત વિષયો  પર આ  વિસ્તારમાં રાજકોટના તજજ્ઞો દ્વારા બધા વાલીઓ તેમજ બાળકોને નવી બદલાતી શૈક્ષણિક પધ્ધતિને સમજવા તેમજ સવિસ્તર માર્ગદર્શન મેળવવા આપવામાં આવ્યુ હતું. ધોરણ ૧૦ અને ૧૨ પછીના કારકિર્દીના દરેક વિકલ્પો વિશેની સચોટ માહિતી તેમજ માર્ગદર્શન વિદ્યાર્થીઓ અને વાલીઓને આપવામાં આવ્યું હતું

આ તકે સાવરકુંડલા શહેર અને તાલુકાના વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. એકંદરે નોલેજ ઈઝ પાવર એ સૂત્રને સાર્થક કરવાનો ભરપૂર પ્રયાસ આ સેમિનારમાં કરવામાં આવેલ. સમાજમાં પણ આવા સેમિનારો અવારનવાર યોજાય અને આપણાં સંતાનોને યોગ્ય રાહ અને માર્ગદર્શન મળે એવા પ્રયાસોને ખરેખર બિરદાવવા જરૂરી છે. આ સંદર્ભ સાવરકુંડલા લોહાણા મહાજનને પણ તેમના દ્વારા આવું સુંદર અને સાંપ્રત સમયમાં અતિ આવશ્યક એવું આયોજન કરવા બદલ સાવરકુંડલા તેમજ તાલુકાભરમાંથી પ્રશંસાના ધોધ વહ્યા છે. આમ પણ કહેવાય છે ને કે અજ્ઞાની અને અંધ બંને વચ્ચે કોઈ ખાસ અંતર નથી હોતું.. અરે દિવ્યાંગ તો તેના પ્રજ્ઞા ચક્ષુ દ્વારા ઘણું પ્રાપ્ત કરી શકે છે પરંતુ અજ્ઞાની તો મૂંઢ મતિ સમ ઠેર ઠેર ભટકતો જોવા મળે છે. સમાજમાં પણ જ્ઞાનીનું એક અલગ જ સન્માનજનક સ્થાન હોય છે. એટલે યોગ્ય દિશામાંથી પ્રાપ્ત કરેલુ જ્ઞાન એ સંસારને સુમધુર બનાવે છે. એ વાત પણ માનવી જ રહી.

Related Posts