લો ગાર્ડન પાથરણા બજારને ફરી શરૂ કરવા માંગ
અમદાવાદનું પ્રસિદ્ધ લો ગાર્ડનનું પાથરણા બજાર ૪૫ દિવસથી બંધ છે. આ પાથરણાવાળાઓનો ધંધો લાંબા સમયથી બંધ રહેતા લોકોએ હાલાકી ભોગવવી પડી. આ પાથરણા બજારના સંચાલકો ઘર કેમ ચલાવવું તેની વિમાસણમાં મૂકાયા છે. પાથરણાબજારના ૨૦૦થી વધારે લોકોએ સૂચક બેનરો સાથે પ્રદર્શન કર્યું. પોલીસે પ્રદર્શન કરી રહેલા લોકોની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Recent Comments