કોરોના મહામારીમાં દર્દીઓની સારવાર માટે અત્યંત જરૂરી એવા મેડિકલ ઓકિસજનના મામલે હવે રાજયો વચ્ચે મારામારી શરૂ થઇ ગઇ છે. રાજયો એકબીજા પર ઓકિસજનનો પૂરવઠો અટકાવવાનો આરોપ મૂકી રહ્યાં છે. દિલ્હીની સરકારે આરોપ મૂકયો છે કે ઉત્ત્|રપ્રદેશથી આવતા ઓકિસજનની સપ્લાય લાઇન ઠપ કરી દેવામાં આવી છે. ઉત્ત્|રપ્રદેશ સરકારે દિલ્હીનો આરોપ નકારી કાઢતાં જણાવ્યું હતું કે, મુખ્ય સપ્લાયર ઇનોકસ પાસેથી મંગળવારે રાત્રે દિલ્હીની સરકારે તેના હિસ્સા કરતાં વધુ ઓકિસજન મેળવી લેતાં ઉત્ત્|રપ્રદેશની હોસ્પિટલોમાં ઓકિસજનની અછત સર્જાઇ રહી છે. દિલ્હી અને ઉત્ત્|રપ્રદેશના વાકયુદ્ઘમાં હવે હરિયાણા પણ જાેડાઇ ગયું છે. હરિયાણાએ ગંભીર આરોપ મૂકતાં જણાવ્યું હતું કે, દિલ્હીવાળા અમારા હિસ્સાના ઓકિસજન ટેન્કરોની લૂટ ચલાવી રહ્યાં છે. હરિયાણાના આરોગ્ય મંત્રી અનિલ વિજે જણાવ્યું હતંમ કે, દિલ્હીને ઓકિસજન પૂરો પાડવા અમને ફરજ પાડવામાં આવી રહી છે. અમે પહેલાં અમારા રાજયની જરૂરીયાત પૂરી કરીશું પછી અન્ય રાજયોને આપીશું.
લો બોલો…દિલ્હી સરકારે અમારૂ ઓકિસજન ટેન્કર લુંટ્યુ હરિયાણાએ કરી ફરિયાદ

Recent Comments