લો બોલો…સરકારી બેડની ફાળવણીમાં પણ ભાજપના નેતાને જશ લેવો છે
ગુજરાતમાં કોરોના કહેર વધી રહ્યો છે પરંતુ કોરોનાની મહામારી વચ્ચે પણ હજુ પણ નેતાઓને દર્દીનો જીવ નહીં પરંતુ પોતાનું નામનો પ્રચાર વધારે વ્હાલો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, ખાનગી હોસ્પિટલમાં કોરોનાના દર્દીને સારવાર મળી રહે તે માટે સરકાર દ્વારા બેડ શરૂ કરવામાં આવ્યા હતા પરંતુ ભાજપના આગેવાને ડૉક્ટર સાથે તકરાર કરી હતી કે, મને જાેડે શા માટે ન રાખ્યો. આ ઘટના વડોદરાની છે.
રિપોર્ટ અનુસાર વડોદરામાં હાલ ૧૦,૦૦૦ જેટલા કોરોનાના દર્દીઓ અલગ અલગ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે ત્યારે આગામી સમયમાં જ પરિસ્થિતિ વિકટ બને તો દર્દીઓને સારવાર મળી રહે એટલા માટે વડોદરાના ર્ંજીડ્ઢ ડૉક્ટર વિનોદ રાવ દ્વારા વડોદરાના ડૉક્ટરનો સાથે વીડિયો કોન્ફરન્સથી એક બેઠક કરવામાં આવી હતી. આ બેઠક વિનોદ રાવે ડૉક્ટર શીતલ મિસ્ત્રીને ડૉક્ટરો સાથે બેઠક કરવાનું જણાવ્યુ હતું. જેથી ડૉક્ટર શીતલ દ્વારા વડોદરાના પૂર્વ વિસ્તારની ખાનગી હોસ્પિટલોના ડૉક્ટરો સાથે એક બેઠક કરવામાં આવી હતી અને આ બેઠકમાં ડૉક્ટર દ્વારા ૩૦૦ બેડ વડોદરા મહાનગરપાલિકાના આપવાની તૈયારી દર્શાવવામાં આવી હતી.
જાેકે આ બેઠકમાં ડૉક્ટર શીતલ મિસ્ત્રીએ વડોદરા શહેર ભાજપ પ્રમુખને સાથે ન રાખતા વિજય શાહે ડૉક્ટર શીતલ મિસ્ત્રીને કહ્યું હતું કે આવું કઈ હોય તો જાેડે રાખજાે. ખાનગી હોસ્પિટલમાં સરકારી ધોરણે બેડ રિઝર્વ કરવામાં આવ્યા હતા પરંતુ આ ર્નિણયમાં પણ ભાજપના પ્રમુખે ડૉક્ટરને પોતાની સાથે રાખવાની આડકતરી સલાહ આપી હતી. ભાજપના પ્રમુખની આવી સલાહ લઇને ડૉક્ટર શીતલ મિસ્ત્રી એડવાઈઝર અને વડોદરા મહાનગરપાલિકાના હોદ્દા છોડી દેવાની ઓફર પણ આપી હતી. પરંતુ આ બાબતે જ્યારે વડોદરા શહેર ભાજપ પ્રમુખને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે ડૉક્ટર શીતલે હોદ્દા છોડવાની વાત કરી નહતી અને પક્ષમાં દરેકને લાગણી રજૂ કરવાનો હક છે.
તો આ અગાઉ પણ ડૉક્ટર શીતલ મિસ્ત્રીને પરાક્રમસિંહને એક બેઠક દરમિયાન સોરી કહેવું પડ્યું હતું. આ ઘટનાની વાત કરવામાં આવે તો વડોદરા મહાનગરપાલિકાના મેયર દ્વારા એક બેઠક બોલાવવામાં આવી હતી અને આ બેઠકમાં મેયરના જ વોર્ડના કોર્પોરેટર રાજેશ પ્રજાપતિએ વરસાદી ગટરની સફાઇ થતી નથી તેવી ફરિયાદ કરી હતી પરંતુ મેયરે માત્ર કોરોના ન ચર્ચા કરવાની છે તેવું જણાવ્યું હતું. તો બીજી તરફ પરાક્રમસિંહ જાડેજાએ બેઠકમાં મિથિલીન બ્લૂ અંગે પોતાનો અભિપ્રાય આપ્યો હતો ત્યારે ડૉક્ટર મિસ્ત્રીએ જણાવ્યું હતું કે કોરોનાના દર્દીને તેનાથી અસર થતી નથી. તે સમયે પરાક્રમસિંહ જાડેજા એ નામજાેગ ઉલ્લેખ ન કરવો તેવી સલાહ આપી હતી અને સંકલન સમિતિમાં ડૉક્ટર શીતલ મિસ્ત્રીને પરાક્રમસિંહ જાડેજાને સોરી કહી માફી માગવી પડી હતી.
Recent Comments