લો બોલો…. ગુટખા ખાવાના રૂપિયા ના આપતા પુત્રે પિતાને માર માર્યો
જૂના વાડજમાં ગુટખા ખાવા માટે પુત્રે પિતા પાસે પૈસા માંગ્યા હતા. જાે કે પિતાએ પૈસા આપવાની ના પાડી દીધી હતી. જેના કારણે ઉશ્કેરાયેલા દીકરાએ પિતાના માથા ઉપર કૂકર વડે હુમલો કરી લોહી-લુહાણ કરી દીધા હતા. એટલું જ નહી પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી મારઝૂડ કરી હતી. આ અંગે પિતાએ તેમના પુત્રની વિરુદ્ધમાં વાડજ પોલીસ સ્ટેશનમાં રિયાદ નોંધાવી છે.
જૂના વાડજમાં રહેતા વિરાભાઈ ગેડિયા શુક્રવારે રાત્રીના સમયે ઘરે હાજર હતા ત્યારે તેમનો દીકરો વિષ્ણુ ત્યાં આવ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે, મને ગુટકા ખાવા પૈસા આપો.
જાેકે વિરાભાઈએ પૈસા આપવાની ના પાડી દીધી હતી, જેથી વિષ્ણુએ જાે તમે ગુટખા ખાવા પૈસા નહીં આપે તો તને જાનથી મારી નાખીશ તેમ કહીને ઝઘડો કરીને ઘરમાં પડેલું કૂકર વિરાભાઇના માથાના ભાગે મારીને ઈજા પહોંચાડી હતી. બીજી બાજુ આ ઘટનાના કારણે પરિવાર ભેગો થઈ જતા વિષ્ણ ધાકધમકી આપીને ઘરમાંથી ચાલ્યો ગયો હતો.
બીજી બાજુ ઈજાગ્રસ્ત વિરાભાઈને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. બાદમાં વિરાભાઈએ વાડજ પોલીસ સ્ટેશનમાં દીકરા વિષ્ણુના વિરુદ્ધમાં ફ્રીયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Recent Comments