લો બોલો! યુપીને રેમડેસિવિરના વિવાદ પર એડવોકેટ જનરલે કહ્યું- યુપી સરકારને સવાલ કરો
ગુજરાતમાં રૂપાણી સરકારને રેમડેસિવિર ઈન્જેક્શનને લઈ શું ખબર છે તેને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે. હાલમાં જ ઉત્તર પ્રદેશ સરકારને અમદાવાદમાંથી ૨૫ હજાર રેમડેસિવિર ઈન્જેક્શન મળ્યા હતા. જે બાદ ભારે હોબાળો થયો હતો. તેવામાં હવે રાજ્યના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ કહ્યું છે કે આ મામલે યુપી સરકારને સવાલ કરો.
ગુજરાતમાં રેમડેસિવિર ઈન્જેક્શનની અછત વચ્ચે ઉત્તરપ્રદેશની સરકારને રેમડેસિવિર ઈન્જેક્શનનો જથ્થો અમદાવાદથી મોકલાતાં ભારે વિવાદ થયો છે. ઘરના છોકરાઓ ઘંટી ચાટી રહ્યા છે ત્યાં ભાજપશાસિત ઉત્તરપ્રદેશની યોગી સરકારને આટો આપવામાં આવી રહ્યો છે. આ મામલે વિવાદ થતાં એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીનું નિવેદન સામે આવ્યું છે. સરકાર વતી વાત કરતાં કમલ ત્રિવેદીએ કહ્યું છે કે, ઉત્તરપ્રદેશ સરકારને રેમડેસિવિર ઈન્જેક્શનની મદદ ગુજરાત સરકારે કરી નથી. આ મુદ્દે ઉત્તરપ્રદેશ સરકારને સવાલ કરો.
ઉલ્લેખનીય છે કે, અગાઉ ભાજપ પ્રદેશ પ્રમુખ ઝ્રઇ પાટીલ દ્વારા સુરતમાં પાંચ હજાર રેમડેસિવિર ઈન્જેક્શનને લઈને જ્યારે ભારે વિવાદ થયો હતો ત્યારે પણ ગુજરાતની રૂપાણી સરકારે કહ્યું હતું કે આ મામલે અમને ખબર નથી કે પાટીલ ક્યાંથી ઈન્જેક્શન લઈને આવ્યા. જ્યારે પાટીલે કહ્યું હતું કે આ ઈન્જેક્શન મને મારા મિત્રોએ આપ્યા હતા. ત્યારે આ મુદ્દે હજુ પણ ખુલાસો થયો નથી કે આખરે પાટીલને ઈન્જેક્શન કોણે અને કેવી રીતે આપ્યા. તેવામાં હવે સરકાર એમ કહી રહી છે કે ઉત્તરપ્રદેશ સરકારને ઈન્જેક્શન કોને આપ્યા તેનો અંદાજ સરકારને નથી.
ઉલ્લેખનીય છે કે કમલ ત્રિવેદીએ હાઈકોર્ટમાં એમ પણ કબૂલાત કરી છે કે, રેમડેસિવિર ઈન્જેક્શન ઉપર રાજ્ય સરકારનો કંટ્રોલ નથી. આ ઉપરાંત સાથે એમ પણ કબૂલ્યું છે કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનો પણ રેમડેસિવિર ઈન્જેક્શનની બનાવટ અને વેચાણ પર કંટ્રોલ નથી. તેવામાં રાજ્યની રૂપાણી સરકાર પર હાલ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. સરકારને પાટીલ અને યોગી સરકારને ઈન્જેક્શન આપવાને લઈ કોઈ જાણ ન હોય એ વાત બને નહીં. શું સરકાર પોતાની પાર્ટીના માણસોને ઈન્જેક્શન આપવાને લઈને કંઈક છૂપાવી રહી છે? પાટીલ અને યુપી બાદ કયા ભાજપ નેતાઓને ગુજરાતમાંથી ઈન્જેક્શન આપવામાં આવ્યા છે તેનો ખુલાસો થવો જાેઈએ. જેથી ઈન્જેક્શનની રઝળપાટ કરતાં લોકોને ખબર પડે કે તેમના ભાગના ઈન્જેક્શન આખરે કોણ લઈ ગયું.
Recent Comments