રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળીને ખાડે ગઈ હોય તેમ મારામારીના બનાવો વધી રહ્યા છે ત્યારે જુનાગઢના યુવકે સગાઇ અંગે ખરાબ અભિપ્રાય આપતા તેને પાઈપથી માર મારી હાથ ભાંગી નાખ્યો છે. જયારે રેલનગરમાં મસ્તી કરનાર યુવકને છરીના ઘા ઝીકી દીધા હતા.
જુનાગઢ સુખનાથ ચોકમાં રહેતા ફિરોજ યુસુફભાઈ સુમરાએ રાજકોટના મોહસીન સામે ભક્તિનગર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે અટીકામાં આવેલ પાયલ ટ્રાન્સપોર્ટમાં આઈસર ચલાવે છે લોધિકા રહેતા કાકાની દીકરીની સગાઇ જંગલેશ્વરમાં રહેતા મોહસીન અબ્દુલભાઈ સાથે થવાની હોય અને મોહસીન ટ્રાન્સપોર્ટની બાજુમાં જ કામ કરતો હોય તેનો અભિપ્રાય પૂછતાં તેની ચાલ ચલગત સારી નહિ હોવાનું જણાવ્યું હતું. જેનો ખાર રાખી મોહસીને લોખંડના પાઈપથી હુમલો કરી હાથ ભાંગી નાખ્યો હતો.
જયારે રેલનગર સુભાષચન્દ્ર બોઝ ટાઉનશીપમાં રહેતા મયુર મહેશભાઈ કુબાવતે અપશબ્દો બોલવાનું રેકોર્ડીંગ બતાવી મસ્તી કરતા તેનો ખાર રાખી રજાક ભાડુંલા અને એક અજાણ્યા શખ્સે ઝઘડો કરી, ગાળો ભાંડી છરીના બે ઘા ઝીકી દીધા હતા આ અંગે પ્રનગર પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી તેમજ તેમજ નવાગામ મામાવાડીમાં રહેતા નિઝામ વહીદ શેખને સંજય કાજીયાએ છરીથી માર માર્યાની ફ્રિયાદ નોંધાવાઈ છે છ મહિના અગાઉ આરોપીના ભાઈની હત્યા થઇ હોય તેમાં આરોપીઓ યુપીના હોય તેનો ખાર રાખી આ હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
Recent Comments