ચોરની ચોરી કરવાની રીત પણ કોઈ વાર અચંબિત કરી દે છે. કલ્પના ન કરી હોય તેવી રીતે જરૂરિયાત પ્રમાણે ચોરી કરી ચોર દ્વારા ચોરી કરવાની પેટર્ન બદલી હોય તેવો કિસ્સો સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. સાવરકુંડલા નગરપાલિકા માં સર્વિસ કરતા પ્રકાશગીરી ગોસ્વામી સાવરકુંડલામાં આવેલ કાશીવિશ્વનાથ મંદિરે સેવા પૂજા પણ કરે છે અને ત્યાં જ રહેઠાણ પણ છે. ગત રાત્રીના તા. 15 ના રોજ કાશીવિશ્વનાથ મંદિરે પોતાનું હોન્ડા ડ્રિમ નિઓ નં. GJ14 AM0804 મંદિરની બહાર પાર્ક કરેલ હતું તે હોન્ડા માંથી કોઈ અજાણ્યા ઈસમોએ આગળનું વહીલ ચોરી કરી નાસી ગયાની સાવરકુંડલા પોલીસ દ્વારા અરજી લઈ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લ્યો બોલો…ચબરાક ચોરે બાઈકનું ફક્ત આગળનું વહીલ જ ચોર્યું. સાવરકુંડલા પોલીસે અરજી લઈ તપાસ હાથ ધરી

Recent Comments