અમરેલી

લીલીયા તાલુકાના પીપળવા મુકામે પ્રાકૃતિક કૃષિ અંગે ખેડૂતોને માર્ગદર્શન અપાયું

ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડઅમરેલી દ્વારા લીલિયા તાલુકાના પીપળવા ગામે પ્રાકૃતિક ખેતી અંગે જાગૃત્તિ પ્રસરાવવાના હેતુથી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં આસપાસના વિસ્તારના ૭૦-૮૦ જેટલા ખેડૂતોને રાસાયણિક ખાતર યુક્ત ખેતીના બદલે પ્રાકૃતિક ખેતી તરફ ઢળી અને ઓછા ખર્ચની નફાકારક ખેતી પદ્ધતિ અપનાવવા માટે માર્ગદર્શન આપી અનુરોધ કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમ દરમિયાન પ્રાકૃતિક ખેતીના મૂળ તત્ત્વો જીવામૃતઘન જીવામૃત. બીજામૃતવાપ્સામિશ્ર પાક વગેરે જેવી પદ્ધતિઓ અંગે માસ્ટર ટ્રેનરશ્રી વૈશાલીબહેન દઅને તાલુકાના વિસ્તરણ અધિકારીશ્રી દીપકભાઈ માલવીયા દ્વારા પ્રાકૃતિક કૃષિના લાંબગાળાના લાભરાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી સહાય અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ખેડૂતોને પ્રેરણા આપવા માટે પ્રાકૃતિક કૃષિના પ્રેરણાધામ સમાન મોડેલ ફાર્મની મુલાકાત કરાવવામાં આવી હતી. જ્યાં પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત પાક વિશે ખેડૂતોને માહિતી આપવામાં આવી હતી. ખેતરમાં ખેડૂતોને પ્રયોગાત્મક પ્રક્રિયાઓ સમજાવી અને પ્રશ્નોના નિવારણ માટે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Related Posts