વંડાના લેખક સુધીરભાઈ મહેતા ૬૪માં વર્ષમાં મંગલ પ્રવેશ કરશે.
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વંડા ગામમાં પિતાજી કાનજી દાદા અને માતૃશ્રી મંગળાબાની કૂખે તારીખ ૫-૯-૧૯૬૦ શિક્ષકદીને જન્મેલ કેળવણીકાર અને લેખક સુધીરભાઈ મહેતા રાજ્ય અને રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિભૂષિત છે તેમની વર્ષગાંઠ તારીખ ૫-૯- ૨૦૨૩ને દિને છે તેવો ૬૩ વર્ષ પૂર્ણ કરીને ૬૪માં વર્ષમાં મંગલ પ્રવેશ કરશે.સાત ભાઈઓમાં એક બહેન ૩૩ માણસના વંડા ગામે સંયુક્ત કુટુંબમાં જન્મેલ સુધીરભાઈ મહેતા તેના માતા-પિતાનું પાંચમું સંતાન છે.કર્મસ્થાન ભાવનગર જિલ્લો અને અમરેલી જિલ્લામાં જુદી જુદી પ્રાથમિક શાળાઓમાં કર્મઠ શિક્ષક તરીકે પાયાના પ્રહરી બનીને બાળ કેળવણીમાં ઉત્તમ કાર્ય કર્યું.લેખક તરીકે નાનપણથી વાંચનની ટેવ હતી અને સાહિત્ય સાધના આગળ વધતી ગઈ ભાર વિનાનું ભણતર તેઓએ સાર્થક કર્યું તેમના જન્મદિન ના પાંચમી સપ્ટેમ્બરના રોજ રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ તથા રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ અર્પણ થયા છે.
પ્રવીણ પ્રકાશન રાજકોટ ભરાડ ફાઉન્ડેશન રાજકોટ સદવિચાર પરિવાર અમદાવાદ નવભારત સાહિત્ય મંદિર અમદાવાદ જુદા જુદા પ્રકાશનો દ્વારા તેમની કલમે ૨૩ પુસ્તકો સમાજને ખોળે ધર્યાં છે આકાશવાણી પરથી પ્રસારીત રત્નકણિકાઓનો સંગ્રહ ભાવસાગરના મોતી ગુજરાત સરકારે ઓપરેશન બ્લેકબોર્ડ યોજનામાં ૨૦૦૦ થી પ્રાથમિક શાળાઓ માટે તેની સુપ્રસિદ્ધ પસંદગી કરી છે. પાનખર કોલમમાં પ્રસિદ્ધ લેખોના સંકલનથી પાંચ પ્રકાશન પુસ્તકો ચાર વાર્તા સંગ્રહ એક નવલિકા સંગ્રહ ચાર વ્યક્તિ ચરિત્રો લેખિકાબેન શ્રી વંદિતાબેન રાજ્યગુરુની કલમે સુધીરભાઈ મહેતાના પરિચયની પુસ્તિકા વસંતની સુગંધ સુધીરભાઈ મહેતા પ્રગટ થઈ છે.
જેમના વિશે રાધેશ્યામ શર્મા વંદિતા રાજ્યગુરુ દિલીપ રાણપુરા દિનુભાઈ ચુડાસમાએ આલેખન કર્યું છે જેમના નામમાં સુ- ધીર સાત્વિક ધૈર્ય છે તેવા ૬૪ માં વર્ષમાં પ્રવેશ કરનાર સુધીરભાઈ મહેતા વિશે શિક્ષણ અને શબ્દના આરાધક શીર્ષક હેઠળ પ્રગતિશીલ શિક્ષણ અંક ઓક્ટોબર ૨૦૨૨ માં પ્રાધ્યાપક શ્રી પ્રવીણચંદ્ર ઠક્કર પૂર્વ નિયામક લોકભારતીની કલમે સુધીરભાઈ વિશે નિરાભિમાની નિખાલસ સંયમી શિવ પૂજક સુધીરભાઈના આપણે વધામણા કરીએ અને શુભેચ્છા આપીએ કે તેઓ સમાજના અધ્વર્યુ તરીકે જ્ઞાનયજ્ઞ કરતા રહે સુધીરભાઈનો મોબાઇલ નંબર ૯૪૨૮૬ ૨૦૫૬૨ છે.
Recent Comments