વંડાના લેખક સુધીરભાઈ મહેતાની કલમે લખાયેલું પુસ્તક કલ્યાણી સાગરનું વિમોચન થયું.
અમરેલી જીલ્લાના બાબરા તાલુકાના કરીયાણા ગામે શ્રી કલ્યાણી માતાજી – શ્રી આપ બાપા કરીયાણા સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ કલ્યાણકા મહેતા ભટ્ટ પરિવાર વાર્ષિક ચંડીપાઠ યજ્ઞ સ્નેહમિલન કાર્યક્રમ તા.૧૯/૧૧/૨૦૨૩ રવિવારના દિને સંપન્ન થયો હતો. આ કાર્યક્રમમાં પ્રસિદ્ધ લેખક ખેડાવાળ જ્ઞાતિનું ગૌરવ સુધીરભાઈ મહેતા પુસ્તક માટે આર્થીક યોગદાન આપનાર દાતાશ્રી બલભદ્રભાઈ ઉમીયાશંકરભાઈ ભટ્ટ (જુનાગઢ)ના કર્ કમળે થયું હતું. આ પુસ્તકનું પ્રકાશન શ્રી કલ્યાણી માતા સેવા સમિતિ કરીયાણા (અમરેલી) દ્વારા થયું છે. પુસ્તકની પ્રસ્તાવના શ્રી કલ્યાણી માતા સેવા સમિતિ કરીયાણાનાં પ્રમુખશ્રી અરવિદભાઈ ટી. મહેતા ભાવનગરની કલમે લાખાઈ છે.
પુસ્તક પરિચય ડો. દેવીલા મહેતા (પોરબંદર) સુંદર રીતે આપ્યો હતો. લેખકનો પરિચય પ્રસિદ્ધ સાહિત્યકાર – કવિ શ્રી પરેશભાઈ મહેતાએ આપ્યો હતો. શ્રી કલ્યાણી માતા સેવા સમિતિના પ્રમુખશ્રી અરવિદભાઈ મહેતા માનદ મંત્રીશ્રી જયસુખભાઈ સી મહેતા સહમંત્રી શ્રી ભરતભાઈ મહેતાની ઉજળી પ્રેરક હાજરી અને તેમના પ્રસંગોચિત વક્તવ્ય અપાયા હતા. શ્રી કલ્યાણકા મહેતા – ભટ્ટ પરિવારજનોની વિશાળ હાજરી હતી. બધા જ પરિવારજનોને શ્રી કલ્યાણી સાગર પુસ્તક પ્રસાદી રૂપે ભેટ આપવામાં આવ્યું હતું. લેખક સુધીરભાઈ મહેતાએ પોતાના પ્રવચનમાં પુસ્તક પ્રગટ કરવાના સંકલ્પની ભાવવાહી વાત કહી હતી. શ્રી તુષારભાઈ ભટ્ટ રાજકોટ અને અન્ય મહાનુભાવોએ પુસ્તકને રૂડી રીતે વધાવ્યું હતું. આ પુસ્તકમાં શ્રી કલ્યાણકા મહેતા – ભટ્ટ પરિવારના કુળદેવી શ્રી કલ્યાણી માતાજી – શ્રી આપા બાપાનો મહિમા ગાન – મંદિરનો ઇતિહાસ. જ્ઞાતિ ઈતિહાસ સેવા સમિતિના વિવિધકાર્ય માતાજીની આરતી – સ્તુતિગાન, પરિવારની વંશાવલીનું આલેખન લેખકની કલમે થયું છે.
Recent Comments