અમરેલી

વંડા પોલીસ સ્ટેશન દ્વારા પી.પી.એસ.હાઇસ્કૂલ-વંડા ખાતે E-FIR અંગે જન જાગૃતિ ઉભી કરવામાં આવી.

સાવરકુંડલા તાલુકાના વંડા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ.શ્રી તેમજ તેમના સ્ટાફ શ્રી વિજયભાઇ રાઠોડ ASI વંડા, પો.કોન્સ્ટેબલ શ્રી નથુબેન ભાદરકા, શ્રી પ્રકાશભાઇ આહીર દ્વારા શ્રી પી.પી.એસ.હાઇસ્કૂલ-વંડા ખાતે E-FIR અંગે જનજાગૃતિ લાવવા માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વંડા ગામના આગેવાનો, શાળાના મે.ટ્રસ્ટી શ્રી મનજીબાપા તળાવિયા, વિદ્યાર્થીઓ તેમજ સમગ્ર કર્મચારી ગણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન શ્રી કુલદીપભાઇ એન.આહીર પો.કોન્સ્ટેબલે E-FIR અંગે સચોટ અને સરળ માહીતી પુરી પાડી હતી.

ગુજરાત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલી સીટીઝન ફર્સ્ટ એપ્લિકેશનમાં દાખલ કરાયેલ ઈ- એફઆઈઆરને લઈને લોકોમાં જાગૃતિ વધે, લોકો આ એપ્લિકેશનનો ખૂબ બહોળી માત્રામાં ઉપયોગ કરતા થાય અને મોબાઈલ ફોન અને વાહન ચોરીના કિસ્સાઓમાં પોલીસ સ્ટેશનનો ધકકો ખાવાથી બચી શકાય તેવા ઉમદા હેતુની જાણકારી આપવા માટે, અવેરનેસ વધારવા માટે થઈને શ્રી પી.પી.એસ.હાઇસ્કૂલ-વંડામાં બહોળા લોકોની હાજરીમાં માહીતીની રૂપરેખા આપી તેના ઉપયોગ ફાયદાઓથી લોકોને અને વિધાર્થીઓને તેના વિશે વિસ્તૃતમાં સમજૂતી આપી અને તેના માહિતગાર કર્યા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી પીયુષભાઇ વ્યાસે કર્યુ હતું.

Related Posts