fbpx
અમરેલી

વંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે (અગ્નિશસ્ત્ર હથિયાર) સોશ્યલ મીડીયામાં ફોટા અપલોડ કરનાર ઈસમને બારબોર ડબલ બેરલ સાથે બે ઈસમોને ઝડપી પાડતી અમરેલી.એસ.ઓ.જી.ટીમ.

શ્રી ગૌતમ પરમાર સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ, ભાવનગરનાંઓ દ્વારા સમગ્ર ભાવનગર રેન્જમાં બનતા ગંભીર પ્રકારનાં ગુન્હાઓ અટકાવવા તેમજ ગેર કાયદેસર હથિયાર ધરાવતા ઇસમોને ત્તાત્કાલીક પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા તથા અંગે જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે અમરેલી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ, નાંઓ દ્વારા એ.ટી.એસ.ચાર્ટર મુજબના ગંભીર પ્રકારનાં ગુન્હાઓ અટકાવવા તેમજ ગેરકાયદેસર હથિયાર ધરાવતા ઇસમોને ત્તાત્કાલીક પકડી પાડી આરોપીઓ અંગે માહિતી મેળવી, તથા તાજેતરમાં યુવા વર્ગમાં હથિયારો સાથેના પોતાના ફોટોગ્રાફ્સ સોશ્યલ મિડીયામાં વાયરલ કરીને પોતાનું વર્ચસ્‍વ તથા રોફ જમાવવાની મનોવૃત્તિ સોશ્યલ મીડીયાનાં માધ્યમથી જોવા મળેલ છે. આ પ્રકારની પ્રવૃત્તિથી જાહેર જનતામાં ભય કે ઉત્સુક્તાનું વાતાવરણ ફેલાતું હોય છે. આવા ઈસમોને જેલ હવાલે કરવા જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે એસ.ઓ.જી. પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી એસ.જી.દેસાઇ, તથા એસ.ઓ.જી. પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી એચ.જી.મારૂ, તથા એસ.ઓ.જી.ટીમ એ.ટી.એસ.ચાર્ટર લગત વંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન ખાનગી બાતમીરાહે તથા (સોશ્યલ મીડીયાનાં માધ્યમથી) હકિકત મળેલ કે, એક ઈસમ પોતે લાયસન્સ ધારકનાં પરવાનેદાર ન હોવા છતા સોશિયલ મિડીયામાં બારબોર ડબલ બેરર (અગ્નિશસ્ત્ર હથિયાર) ના ફોટા આપલોડ કરી સામાજમાં ભય ફેલાવવાનો ઈરાદો હોય, જે અનુસંધાને અપલોડ કરેલ ફોટોગ્રાફવાળા ઈસમને એક બારબોર ડબલ બેરર (અગ્નિશસ્ત્ર હથિયાર) સાથે ઝડપી પાડેલ છે.

પકડાયેલ આરોપીઓ ઃ-

 (૧) સલીમભાઇ હુસૈનભાઇ લાડક, ઉવ.૨૨, ધંધો-મજુરી, રહે.પીઠવડી, તા.સાવરકુંડલા, જિ.અમરેલી. 
(૨) દિલીપભાઇ સોમનાથભાઇ જોષી, ઉ.વ.૭૨, ધંધો નિવૃત, રહે વંડા, એસ.બી.આઇ. બેંકની સામેની શેરી તા.સાવરકુંડલા, જી.અમરેલી.

પકડાયેલ આરોપીનો ગુન્હાહિત ઈતીહાસ ઃ-
મજકુર પકડાયેલ ઈસમ સલીમભાઇ હુસૈનભાઇ લાડક વિરૂધ્ધ આ અગાઉ વંડા પો.સ્ટે., સેકન્‍ડ ગુ.ર.નં.૨૨/૧૫ આર્મ્સ એકટ કલમ-૨૫(૧) (એ) (બી) મુજબનો ગુનો રજીસ્ટર થયેલ છે.

     આમ, મજકુર પકડાયેલ બન્ને ઈસમોનાં કબ્જામાંથી એક બારબોર ડબલ બેરર (અગ્નિશસ્ત્ર હથિયાર) કિ.રૂા.૧૦,૦૦૦/-નાં મુદ્દામાલ સાથે પકડી પાડેલ અને પકડાયેલ ઇસમો વિરૂધ્ધ આર્મ્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી, ગુન્હો દાખલ કરાવી આરોપીને વધુ તપાસ અર્થે વંડા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.      
     આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ, નાઓની સુચનાં અને માર્ગદર્શન હેઠળ અમરેલી એસ.ઓ.જી.પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી એસ.જી.દેસાઇ, તથા એસ.ઓ.જી. પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી એચ.જી.મારૂ,  તથા એ.એસ.આઇ. યુવરાજસિંહ સરવૈયા, તથા હેડ  કોન્સ. સંજયભાઇ પરમાર, ગોબરભાઇ લાપા,  તથા પો.કોન્સ. પ્રવિણસિંહ ચૌહાણ, જનકભાઇ કુવાડીયા દ્વારા કરવામાં આવેલ છે.
Follow Me:

Related Posts