ગુજરાત

વંથલીમાં કોંગ્રેસે મંજુરી વગર જાહેર સભા સંબોધતા આચારસંહિતાની ફરિયાદ

જૂનાગઢમાં ભાજપ દ્વારા કોંગ્રેસ વિરુદ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ કરવામાં આવી છે. ૧૯ માર્ચે વંથલીમાં મંજૂરી વગર સભા કર્યાનો આક્ષેપ ભાજપે કર્યો છે. ચૂંટણી અધિકારીને પત્ર લખી જવાબદાર સામે કાર્યવાહીની માગ કરવામાં આવી છે.
ભાજપ દ્વારા કોંગ્રેસ વિરુદ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ આપવામાં આવી છે. વંથલી ખરીદ વેચાણ સંઘના પ્રમુખ દ્વારા પત્ર લખી કલેક્ટરને અને ચૂંટણી પંચને જાણ કરવામાં આવી છે.ગત ૧૯ તારીખે પોરબંદર લોકસભા ચૂંટણીના ઉમેદવાર લલિત વસોયા દ્વારા સભા અને રેલી રાખવામાં આવી હતી,આ સભા અને રેલી માટે કોઇપણ પ્રકારની મંજુરી લેવામાં આવી ન હતી. તેવો આ પત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ પહેલા કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા જ્યારે વંથલીમાં આવ્યા ત્યારે કોંગ્રેસ દ્વારા ભાજપ વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવી હતી. એટલે કે બંને પક્ષ દ્વારા સામ સામે આચારસંહિતા ભંગની ફરિયાદ કરવામાં આવી છે. ત્યારે હવે જાેવાનું રહેશે કે ચૂંટણી પંચ મામલે શું કાર્યવાહી કરશે.

Related Posts