રાષ્ટ્રીય

વંદે ભારત એક્સપ્રેસ પર અસામાજિક તત્વોએ દ્વારા ફરીથી પથ્થરમારો, સી-૨ કોચનો કાચ તૂટ્યો

ઉત્તર પ્રદેશના બારાબંકીના સફેદાબાદ રેલવે સ્ટેશન પાસે અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યોઘટનાથી મુસાફરોમાં ફફડાટ, રેલ્વે અધિકારીઓ અને એસ્કોર્ટ ટીમ દ્વારા ઘટનાની તપાસ શરુ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. આ વખતે ઉત્તર પ્રદેશના બારાબંકીના સફેદાબાદ રેલવે સ્ટેશન પાસે અસામાજિક તત્વોએ પથ્થરમારાની ઘટનાને અંજામ આપ્યો છે. પથ્થરમારાને કારણે કોચનો કાચ તૂટી ગયો હતો. ટ્રેન ગોરખપુરથી લખનૌ જઈ રહી હતી. તે જ સમયે, રેલ્વે અધિકારીઓ ઘટનાની તપાસ કરી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે અસામાજિક તત્વોએ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના કોચ નંબર સી-૨ને નિશાન બનાવ્યો હતો. પથ્થરમારામાં સીટ નંબર ૩ અને ૪ પાસેની બારીનો કાચ તૂટી ગયો હતો. ત્યારે આ ઘટનાને પગલે મુસાફરોમાં ફફડાટ ફેલાયો હતો. મુસાફરોએ તરત જ આ અંગે રેલવે અધિકારીઓને જાણ કરી હતી. જાે કે ટ્રેન વ્યવહારને કોઈ અસર થઈ નથી. જ્યારે ટ્રેન લખનૌ સ્ટેશન પર ઉભી રહી ત્યારે મુસાફરોએ રેલવે પ્રોટેક્શન ફોર્સની એસ્કોર્ટ ટીમને પણ ઘટનાની જાણ કરી હતી. તે જ સમયે, ઘટનાની માહિતી મળ્યા પછી, રેલ્વે પોલીસ ટ્રેનના તે કોચ પર પહોંચી. હવે ટ્રેનમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે, જેથી આરોપીઓ વિશે કંઈક જાણી શકાય. રેલવે અધિકારીઓએ જણાવ્યું કે આ કૃત્ય જેણે પણ કર્યું છે. તેમને બક્ષવામાં આવશે નહીં. જાેકે, આ પહેલી ઘટના નથી. આ પહેલા ગોરખપુરથી લખનૌ જતી વખતે વંદે ભારત ટ્રેન પર ત્રણ વખત પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ઉત્તર રેલવે લખનૌ ડિવિઝનના ડીઆરએમ ડૉ. મનીષ થપલિયાલનું કહેવું છે કે મામલો ધ્યાન પર આવ્યો છે. રેલવે અધિકારીઓ ઘટનાની તપાસ કરી રહ્યા છે. કેરળમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. સ્થાનિક પોલીસે જણાવ્યું કે ટ્રેન મલપ્પુરમ જિલ્લાના તિરુનાવાય અને તિરુર વચ્ચેથી પસાર થઈ રહી હતી, ત્યારે તેના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળમાં વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. રેલ્વે અધિકારીઓએ પથ્થરમારાની જાણ સ્થાનિક પોલીસને કરી હતી. પોલીસે જણાવ્યું કે પથ્થરમાર્યા બાદ ટ્રેન દોડતી રહી, આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી.

Related Posts