રાષ્ટ્રીય

વકફ એક્ટમાં મોટા સુધારા કરવા કેન્દ્ર સરકારની તૈયારીઓકેન્દ્ર સરકાર વકફ બોર્ડની કોઈપણ મિલકતને વકફ મિલકત બનાવવાની સત્તા પર અંકુશ લગાવવા માંગે છે

મોદી સરકાર વકફ એક્ટમાં મોટા સુધારા કરવા જઈ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેબિનેટે વકફ એક્ટમાં લગભગ ૪૦ સંશોધનોને મંજૂરી આપી છે. મળતી માહિતી મુજબ કેન્દ્ર સરકાર વકફ બોર્ડની કોઈપણ મિલકતને વકફ મિલકત બનાવવાની સત્તા પર અંકુશ લગાવવા માંગે છે. ૪૦ સૂચિત સુધારાઓ અનુસાર, વકફ બોર્ડ દ્વારા મિલકતો પર કરવામાં આવેલા દાવાઓની ફરજિયાત ચકાસણી થશે. વકફ બોર્ડની વિવાદિત મિલકતો માટે પણ ફરજિયાત ચકાસણીની દરખાસ્ત કરવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યું કે વક્ફ એક્ટમાં સુધારો કરવા માટેનું બિલ આવતા સપ્તાહે સંસદમાં રજૂ કરવામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર વક્ફ એક્ટમાં સંશોધન બિલને ૫ ઓગસ્ટે સંસદમાં રજૂ કરી શકે છે.

મોદી સરકારમાં ૫મી ઓગસ્ટની તારીખનું વિશેષ મહત્વ છે. કારણ કે ૫ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવાનું બિલ સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું. આ પછી, ૫ ઓગસ્ટ ૨૦૨૦ ના રોજ પીએમ મોદીએ અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું ભૂમિપૂજન કર્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર વક્ફ બોર્ડ પાસે લગભગ ૮.૭ લાખ મિલકતો છે.
તમને જણાવી દઈએ કે, અગાઉ કેન્દ્ર સરકારે રાજ્યમાં વક્ફ બોર્ડને કોઈપણ મિલકતનો દાવો કરવા માટે આપવામાં આવેલા વ્યાપક અધિકારો અને મોટાભાગના રાજ્યોમાં આવી મિલકતના સર્વેમાં વિલંબને લઈને સંજ્ઞાન લીધું હતું. સરકારે મિલકતોના દુરુપયોગને રોકવા માટે વકફ મિલકતોની દેખરેખમાં જિલ્લા મેજિસ્ટ્રેટને સામેલ કરવાની શક્યતા પર પણ વિચાર કર્યો હતો. વક્ફ બોર્ડના કોઈપણ ર્નિણય સામે માત્ર કોર્ટમાં જ અપીલ કરી શકાય છે,

પરંતુ આવી અપીલો પર ર્નિણય લેવાની કોઈ સમય મર્યાદા નથી. કોર્ટનો ર્નિણય અંતિમ છે. પીઆઈએલ સિવાય હાઈકોર્ટમાં અપીલ કરવાની કોઈ જાેગવાઈ નથી. તમને જણાવી દઈએ કે, વકફનો અર્થ થાય છે ટ્રસ્ટની સંપત્તિ લોક કલ્યાણ માટે સમર્પિત કરવી. ઇસ્લામમાં આ એક પ્રકારની વ્યવસ્થા છે. વકફ એ મિલકત છે જે ઇસ્લામમાં માનતા લોકો દ્વારા દાનમાં આપવામાં આવે છે. આ સંપત્તિ વક્ફ બોર્ડ હેઠળ આવે છે. કોઈપણ પુખ્ત મુસ્લિમ વ્યક્તિ પોતાના નામે મિલકત વકફ બોર્ડને ટ્રાન્સફર કરી શકે છે. ૨૦૧૩ માં, કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકારે મૂળભૂત વકફ કાયદામાં સુધારો કર્યો અને વક્ફ બોર્ડને વધુ સત્તાઓ આપી. વકફ બોર્ડ જે મિલકતને પોતાની જાહેર કરે છે તેને પાછી મેળવવા માટે જમીન માલિકે કોર્ટમાં લડત આપવી પડે છે. વકફ બોર્ડને ૨૦૧૩માં તત્કાલીન યુપીએ સરકાર દરમિયાન કોઈપણ મિલકતને પોતાની તરીકે જાહેર કરવાની સત્તા મળી હતી.

Related Posts