વક્ફ બોર્ડ મની લોન્ડરિંગ કેસઃ આપ ના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનને મળ્યા જામીન
વક્ફ બોર્ડ મની લોન્ડરિંગ કેસમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનને જામીન આપવામાં આવ્યા છે. રાઉઝ એવન્યુ કોર્ટે ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનને ૧૫,૦૦૦ રૂપિયાના અંગત બોન્ડ પર જામીન આપ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સમક્ષ હાજર ન થવા બદલ તેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
આ સંબંધમાં, તેમને રાઉઝ એવન્યુ કોર્ટ દ્વારા મોકલવામાં આવેલ સમન્સ પર રજૂ કરવામાં આવ્યો હતા. દિલ્હી વક્ફ બોર્ડમાં નિમણૂંકોમાં કથિત અનિયમિતતાઓ અને તેની મિલકતો ભાડે આપવા સંબંધિત કેસમાં પૂછપરછ માટે હાજર ન થવા અને તપાસમાં જાેડાવા માટે ઈડ્ઢએ તાજેતરમાં તેની સામે ફરિયાદ દાખલ કરી હતી.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ આ કેસમાં પૂછપરછ માટે અમાનતુલ્લાહ ખાનને ૬ સમન્સ મોકલ્યા હતા. પરંતુ સમન્સ મળ્યા બાદ પણ તે હાજર થયો ન હતો. તેણે સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન અરજી પણ કરી હતી. જાે કે, સુપ્રીમ કોર્ટે ૧૫ એપ્રિલના તેના આદેશમાં ખાનને કોઈ રાહત આપવાનો ઇનકાર કર્યો હતો અને ઈડ્ઢ સમન્સમાં હાજરી ન આપવા પર અમાનતુલ્લાહ ખાન સામે નારાજગી વ્યક્ત કરી હતી, જેના પગલે ઓખલાના વિધાન સભ્ય અમાનતુલ્લાહ ખાન એજન્સી સમક્ષ હાજર થયા હતા.સુપ્રીમ કોર્ટે તેને ૧૮ એપ્રિલે તપાસમાં સામેલ થવાનો નિર્દેશ આપ્યો હતો. ૧૮ એપ્રિલે અમાનતુલ્લા ખાન ઈડ્ઢ સમક્ષ હાજર થયો હતો જ્યાં તેની ૧૩ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી.
Recent Comments