અમરેલી

વગડીયા ખોડિયાર મંદિર પરિસરમાં શ્રી મદ્રભાગવત કથા નો રંગારગા પ્રારંભ

દામનગર ના વગડીયા ખોડિયાર મંદિર પરિસર માં શાસ્ત્રી રાહુલભાઈ રાજ્યગુરૂ ના વ્યાસાસને શ્રી મદ્રભાગવત કથા નો રંગારગા પ્રારંભ.

સ્વ જવેરભાઈ દીયાળભાઈ નારોલા ના પૌત્ર રત્નો કાંતિભાઈ નારોલા ના ઘેર થી ભવ્ય પોથીયાત્રા પ્રસ્થાન થઈ શહેર ના રાજમાર્ગો ઉપર ધ્યાનાકર્ષક રીતે ફરી કથા સ્થળે પહોંચી કથા મંડપ માં નહિ પણ શ્રોતા ના હદય બેસાડતા વિદ્વાન ભાગવતાચાર્ય શાસ્ત્રી રાહુલભાઈ રાજ્યગુરૂ ની માર્મિક ટકોર કરતા દ્રષ્ટાંતો સાથે કથા પ્રારંભ થયો વગડીયા ખોડિયાર મંદિર મહંત શ્રી પ્રીતમદાસ બાપુ ની પાવન નિશ્રા માં સેવક દ્વારા ઉત્તમોત્તમ વ્યવસ્થા ભોજન પ્રસાદ સાથે ભજન નો લ્હાવો લેતા હજારો શ્રધ્ધાળુ ભાવિકો પ્રથમ દિવસે જ કથા મંડપ ટૂંકો પડે તેવી વિશાળ હાજરી જોવા મળી હતી ખેડૂતો ની વગડીયા સિમ તરીકે ઓળખાતા વેરાન વગડા માં અદભુત વ્યવસ્થા સાથે શ્રીમદ્ર ભાગવત કથા શ્રવણ માટે આવતા શ્રધ્ધાળુ  ભાવિકો ને લાવવા લઈ જવા સુધી ની સુંદર સેવા આપતા વગડીયા વિસ્તાર ના ખેડૂતો દ્વારા શ્રીમદ્ર ભાગવત કથા નું સુંદર આયોજન જોવા મળ્યું હતું

Related Posts