વગર મહેનતે સડસડાટ વજન ઉતારી દો ‘આ’ પાણી પીને, જાણો કેટલા વાગે પીવું પડશે આ પાણી
દરેક લોકોના રસોડામાં તજ અને મધ બન્ને વસ્તુ સરળતાથી મળી રહે છે. મધ અને તજ રસોઇનો સ્વાદ વધારમાં પણ ખૂબ ઉપયોગી છે. રસોઇની અનેક વાનગીઓમાં મધ અને તજના પાઉડરનો ઉપયોગ થતો હોય છે. તજ અને મધ તમારી ઇમ્યુનિટી સિસ્ટમને સ્ટ્રોંગ કરે છે અને સાથે અનેક બીમારીઓ સામે લડવાની પણ તાકાત ધરાવે છે.
આમ, જો તમારું વજન બહુ વધી ગયુ છે અને તમે ઉતારવા ઇચ્છો છો તો મધ અને તજનું પાણી તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે. તો તમે પણ ઘરે આ રીતે બનાવો મધ અને તજનું પાણી. સાથે ખાસ જાણી લો ક્યારે પીશો આ પાણી જેથી કરીને વજન સડસડાટ ઉતરી જાય.
- એક ગ્લાસ હુંફાળા પાણીમાં એક ચમચી મધ અને તજનો પાઉડર મિક્સ કરો.
- ત્યારબાદ 2 મિનિટ રહીને આ પાણી પી જાવો.
- મધ અને તજનું આ પાણી તમારે દરરોજ સવારે બનાવવાનું રહેશે અને પછી સવારે નયણાંકોઠે પીવાનું રહેશે.
- જો તમે આ પાણી નિયમિત પીવો છો તો શરીરમાંથી ચરબી ઓછી થવા લાગે છે અને વજન સડસડાટ ઉતરવા લાગે છે.
- જો તમે આ રીતે વજન સડસડાટ ઉતારો છો તો તમારે જીમમાં જવાની પણ જરૂર નહિં પડે અને વગર મહેનતે તમારું વજન સડસડાટ ઉતરી જશે.
- મધ અને તજમાં અનેક પોષક તત્વો રહેલા હોય છે જે તમને અનેક બીમારીઓથી બચાવે છે.
- તજ અને મધનું આ હુંફાળું પાણી તમારા બોડીને પ્યોરીફાય કામ કરે છે. જેનાથી લોહી સારું થાય છે અને સ્કિનની અનેક સમસ્યાઓ પણ દૂર થાય છે.
જો તમને શરદી વધારે પ્રમાણમાં થઇ ગઇ છે તો મધ અને તજનો પાઉડર એક ચમચી લેવાથી તમને તરત જ શરદી અને કફમાં રાહત થઇ જાય છે.
Recent Comments