fbpx
રાષ્ટ્રીય

વજન ઘટાડવા માટે સૌથી બેસ્ટ છે મખાના, વજન એટલો ઝડપથી ઉતરશે કે….

મખાના એવા ડ્રાય ફ્રુટ્સમાંથી એક છે, જે હેલ્ધી અને ટેસ્ટી પણ છે. ઉપવાસ દરમિયાન મખાના સ્વાસ્થ્ય લાભો ઘણીવાર નાસ્તા અથવા ખીર તરીકે ખાવામાં આવે છે. પરંતુ તમે તેને ઘીમાં તળીને પણ ખાઈ શકો છો. જો કે, જો તમે વજન ઓછું કરવા માંગો છો, તો મખાના તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે.

મખાના વાસ્તવમાં લોટસ સીડ્સ એટલે કે કમળના બીજ હોય છે. તેમાં આયર્ન અને કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે. જે લોકો બદામ અથવા અખરોટ નથી ખરીદી શકતા તે મખાના ખાઇ લે તેમને એટલું જ ન્યૂટ્રિશન મળશે. મખાનામાં ગ્લૂટાથિયોન નામનું એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે. આ એવું એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે ગણતરીની વસ્તુઓમાં હોય છે, જેમાંથી એક મખાના છે.

વજન ઘટે છે
મખાનામાં ફાયબરનું ખૂબ ઊંચું પ્રમાણ હોય છે. જેના કારણે તમારું પેટ ભરેલું હોય તેવો અનુભવ થાય છે. પરિણામે ભૂખ લાગતી નથી. જેથી ઓવરઇટિંગથી બચી જવાય છે. આ ઉપરાંત તેના કેલેરી પણ નહિવત હોય છે. જેથી કેલેરી બર્ન કરવામાં વધુ મહેનત થતી નથી. તેમાં રહેલા પ્રોટીન વજન ઓછું કરવા મદદરૂપ થાય છે. આનું સેવન કરવાથી ફૂડ તરફની લાલસા ઘટી જાય છે.

ઇમ્યુનીટી કરે બુસ્ટ
આપણે બધા કોરોનાના આ યુગમાં રોગપ્રતિકારક શક્તિનું મહત્વ જાણીએ છીએ અને તેથી કોઈપણ રીતે રોગપ્રતિકારક શક્તિ વધારવી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ માટે નાસ્તામાં દૂધ અને ઓટ્સ અથવા સલાડમાં મખાનાનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ મળે છે.

Follow Me:

Related Posts