બનાસકાંઠાના વડગામ તાલુકાની ધી સરસ્વતી શરાફી મંડળીમાં ઉચાપત કર્યાનું સામે આવ્યું છે. તત્કાલીન મંત્રી તેમજ ચેરમેને વર્ષ ૨૦૧૨ થી ૨૦૧૭ સુધીમાં રૂપિયા ૧ કરોડ ૬૭ લાખ ૩૬ હજાર ૩૨૬ની નાણાંકીય ઉચાપત કર્યાનું રીઓડિટમાં સામે આવ્યું છે.
તત્કાલીન મંત્રી રણજીતસિંહ દેવડા તેમજ ચેરમેન જવાનસિંહ વાઘેલા વિરુદ્ધ વડગામ પોલીસ મથકે ફરીયાદ નોંધાઇ છે.
જેને લઇ સહકારી રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. બંનેએ ૭૨ સભાસદોની જાણ બહાર તેઓના નામે ધિરાણ ઉધાર્યું હતુ. ૧ કરોડ ૩૮ લાખ ૧૯ હજારનું કાયમી તેમજ રૂપિયા ૪ લાખ ૯૫ હજારનું હંગામી ધિરાણ ઉધાર્યુ હતુ. સાથો સાથ બાંધી મુદતના ૧૧ સભ્યોના નામે રૂપિયા ૧૧ લાખ ૧૨ હજાર ૩૨૬ની લોન ઉધારી હતી. અને બેરર ચેકથી નાણાં ઉપાડયા હતા. તો ૧૩ લાખની બોગસ બાંધી મુદતની રસીદો બનાવી ઉચાપત કરી હતી.
Recent Comments