વડનગરની યુવતીને ખેરાલુના કુડા ગામે રહેતા સાસરીયાઓએ શારીરિક માનસિક ત્રાસ આપી દહેજની માંગણી કરી હતી. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપતા વડનગર પોલીસ મથકે મહિલાના આર્મી મેન પતિ સહિત સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાઈ છે. વડનગરમાં રહેતી ૩૦ વર્ષીય યુવતીના લગ્ન વર્ષ ૨૦૧૧માં ખેરાલુના કુડા ગામે રહેતા યુવક સાથે થયા હતા. લગ્નના બે વર્ષ બાદ પતિને આર્મીમાં નોકરી લાગતા પતિ ફોજમાં ભરતી થયા હતા. જે બાદ પતિ ત્રણ વર્ષ નોકરીથી ઘરે પરત આવતા પત્ની સાથે અણગમો રાખી શારીરિક માનસિક ત્રાસ આપતો હતો.
તેમજ દહેજ સહિતની માંગણી કરવામાં આવી હતી. દીકરાને પત્નીથી અણગમો હોઈ સાસુ, સસરા દ્વારા પણ પરિણીતાને તું ઓછી “ભણેલી” હોવાના મેણા ટોણા મારી ત્રાસ આપતા હતા. તેમજ સાસરીમાં ન આવવા માટે દબાણ કરી કેરોસીન છાંટી જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવતા પરિણીતાએ વડનગર પોલીસ પથકે પતિ, સાસુ અને સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.



















Recent Comments