ગુજરાત

વડનગરમાં વિદ્યાર્થિનીને દાખલો ન આવડતા શિક્ષિકાએ સોટી વડે ફટકારી હોવાનો મામલો સામે આવ્યો

મહેસાણા જિલ્લાના વડનગરમાં આવેલી ઉર્જા વિદ્યાલયમાં અભ્યાસ કરતી એક ૧૦ વર્ષીય વિદ્યાર્થિનીને દાખલો ન આવડતા શિક્ષિકાએ સોટી વડે ફટકારી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. દીકરીના શરીર પર મારના નિશાન ઉઠી આવતા પિતા દીકરીની પીડા જાેઈને રડી પડ્યા હતા. પિતાએ આ મામલે શિક્ષિકા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. વડનગરમાં રહેતા અને મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા પરિવારમાંથી આવતી ૧૦ વર્ષીય બાળકી ઉર્જા વિદ્યાલયમાં ધોરણ ૪માં અભ્યાસ કરે છે.

૨૩ ફેબ્રુઆરીએ બાળકી શાળાએ ગઈ હતી ત્યારે શાળાના શિક્ષિકા તન્વીબેન પટેલે વિદ્યાર્થિનીને દાખલો ગણવાનું કહ્યું હતું.જે ખોટો પડતા શિક્ષિકાએ સોટી વડે વિદ્યાર્થિનીને ફટકારી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. શિક્ષિકાએ મારેલા મારના નિશાન વિદ્યાર્થિનીના શરીર પર ઉઠી આવતા પિતાએ શિક્ષિકા સામે પગલાં લેવાની માગ કરી છે. શાળાામં શિક્ષિકાએ માર માર્યો હોવા છતા બાળકીએ પોતાના માતાપિતાને જણાવ્યું ન હતું. પરંતુ, વિદ્યાર્થિનીના શરીર પર મારના નિશાન દેખાતા માતાએ દીકરીને પૂછ્યું હતું. જેથી દીકરીએ રડતા રડતા પોતાની આપવીતી જણાવી હતી. પિતાનું માનીએ તો, તેઓ પોતાની દીકરીને લઈ શાળાએ ગયા હતા પરંતુ, કોઈ જવાબ ન મળતા વડનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

Related Posts