fbpx
ગુજરાત

વડનગર વતનમાં વડાપ્રધાનનો ઉજવાયો ભવ્ય જન્મોત્સવભવ્ય લોક ડાયરો, દિલીપ સંઘાણીની ઉપસ્થિત

ગુજરાત રાજય પ્રવાસન નિગમ, યુવા સાંસ્કૃતિક વિભાગ (નાટય અકાદમી), જિલ્લા વહીવટી તંત્ર, અને વડનગર વિકાસ સમીતી દ્વારા ભવ્ય આયોજન કર્યુ.
ગુજરાતના પુત્ર–દેશના યશસ્વી પ્રધાનમંત્રી અને વિશ્વગુરૂ તરફ પ્રયાણ કરત ભારતના દિર્ધદ્રષ્ટા, જનપ્રિય નરેન્દ્રભાઈ મોદીજીના જન્મ દિવસને વતન વડનગર ખાતે હાટકેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં સંગીતની સંગતમાં ઉજવવામાં આવ્યો. ગુજરાત રાજય પ્રવાસન નિગમ, યુવા સાંસ્કૃતિક વિભાગ (નાટય અકાદમી),
જિલ્લા વહીવટી તંત્ર, અને વડનગર વિકાસ સમીતીના સહયોગથી ઉજવાયેલ કાર્યક્રમમાં ભજન સમ્રાટ/ગઝલ અનુપ જલોટા, સાહિત્ય અને હાસ્યકાર
માયાભાઈ આહિર, સુરસામ્રાગ્નિ અલ્પાબેન પટેલ સહિત નામાંકિત કલાકારો દ્વારા જન્મદિવસની રઢીયાળી રાતને સુરથી રળયામણી કરી હતી. કાર્યક્રમનું સંચાલન બટુકભાઈ ઠાકોર દ્વારા કરવામાં આવેલ હતુ. કાર્યક્રમમાં સામાજીક અગ્રણી સોમાભાઈ મોદી, ગુજકોમાસોલ–ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણી, શ્રીમતી ગીતાબેન સંઘાણી, મહેસાણાના કલેકટર એમ.નાગરાજન, પ્રદેશ ભાજપ ડીબેટ પ્રવકતા શૈલેષ પરમાર, જિલ્લા બેંકના ડીરેકટર બાબુભાઈ સખવાળા, ઉપસ્થિત રહયા હતા. આ તકે લોકસમુહે યશસ્વી\પ્રધાનમંત્રીના લોક સેવાભર્યુ નિરંતન સ્વાસ્થ્ય જળવાઈ રહે અને દેશ અને વિશ્વ બંધુત્વ ભાવનાની જયોતથી વિશ્વને પ્રકાશીત કરે તેવી મહાદેવના ચરણોમાં શુભ પ્રાર્થના કરી હતી. તેમ અખબારી યાદીમાં જણાવાયેલ છે.

Follow Me:

Related Posts