વડવા તલાવડી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમી રહેલા ૧૦ શખ્સોને પોલીસે ઝડપી લીધા
ભાવનગર શહેરના વડવા તલાવડીની ખુલ્લી જગ્યામાં ગોળ કુંડાળુ વાળી પૈસાના પાના વડે હાર-જીતની જુગારની બાજી માંડી બેસેલા મહિલા સહિત ૧૦ જુગારીઓને પોલીસે ઝડપી લીધા હતા. આ બનાવની નિલમબાગ પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ખાનગી રહે બાદમી મળી હતી કે, શહેરના વડવા તલાવડી વિસ્તારમાં ઝૂંપડા પાસે ખુલ્લી જગ્યામાં પૈસા અને પાના વડે હારજીતનો જુગાર રમી રહેલા ૧૦ શખ્સોને ઝડપી લીધા હતા.
આ ઝડપાયેલા જુગારીઓમાં સોહીલ યુસુફભાઈ સીદી, સાગર કાંતિભાઈ પ્રજાપતિ, સની બાબુભાઈ કળોતરા, દિપક રાજુભાઈ ડાભી, કલ્પેશ રાજુભાઈ ડાભી, યોગેશ રાજુભાઈ ડાભી, મિહિર મુકેશભાઈ પ્રજાપતિ, સમીર સાજીદભાઈ મકાણી, ફારુક ગનીભાઈ અહેમદાણી અને એક મહિલા મળી આવતા તમામને પોલીસે અંગે ઝડપી લઇ તમામ શખ્સોના કબજામાંથી રોકડા રૂપિયા ૫૭,૨૫૦ તથા પાંચ મોબાઇલ કિ.રૂ.૨૭,૫૦૦ મળી કુલ રૂ.૮૪,૭૫૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઝડપાયેલા શખ્સો વિરુદ્ધ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Recent Comments