દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વેબકાસ્ટના માધ્યમથી આજે આત્મનિર્ભર મહિલાઓના પરિપેક્ષમાં ખાસ મહિલાઓને સંબોધન કરી દેશભરના વિવિધ ક્ષેત્રોમાં કામ કરતી મહિલાઓ સાથે ઈ-સંવાદ કર્યો હતો. જેના ભાગરૂપે અમરેલીના દિલીપભાઈ સંઘાણી સાંસ્કૃતિક હોલ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળની વિવિધ મહિલા કલ્યાણકારી યોજનાઓ અને સ્વસહાય જૂથના બહેનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ અવસરે દીનદયાળ અંત્યોદય યોજના – રાષ્ટ્રીય આજીવિકા ગ્રામીણ મિશન અંતર્ગત ટૂંકી ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું.
આ તકે અમરેલી નગરપાલિકા પ્રમુખ સુશ્રી મનીષાબેન રામાણી અને મહિલા મોરચાના પ્રમુખ ભાવનાબેન ગોંડલીયાએ પ્રાસંગિક ઉદ્દબોધન આપી મહિલાઓને માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી રેખાબેન મોવલીયા, અમરેલી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સુશ્રી અલકાબેન ગોંડલીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી સક્સેના સહિતના પંચાયત અને નગરપાલિકાના પદાધિકારીઓ, વહીવટી તંત્રના અધિકારીઓ અને બહોળી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહેશે. આ કાર્યકમમાં એનઆરએલએમ જેવી વિવિધ યોજનાઓની વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
Recent Comments