ગુજરાત

વડાપ્રધાનના આગમન પહેલા એસપીજી અને પોલીસે કમલમનો કબ્જાે મેળવ્યો

૧૧મીએ દિલ્હીથી વડાપ્રધાન અમદાવાદ એરપોર્ટ આવશે. એરપોર્ટથી કમલમ સુધી રોડ શો યોજાશે. વડાપ્રધાનના આ રોડ શોમાં ૪ લાખ લોકો અભિવાદન માટે આવશે, જેમાં અલગ અલગ સમાજ, સંસ્થાઓ, એનજીઓ અને કાર્યકર્તાઓ નક્કી કરેલા સ્થળે હાજર રહેશે. કોરોના પછી પીએમ મોદીનો આ સૌથી મોટો કાર્યક્રમ છે. વડાપ્રધાન કમલમમાં નેતાઓ સાથે બેઠક કરશે. વડાપ્રધાનના સરપંચ સંમેલન અંગે માહિતી આપતાં પાટીલે કહ્યું, સાંજે તેઓ સરપંચ સંમેલનમાં હાજર રહેશે. એમાં સરપંચથી લઈને તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સહિત ૧.૫૦ લાખ લોકો હાજર રહેશે. ૧૧ માર્ચે જીએમડીસી ગ્રાઉન્ડમાં વડાપ્રધાન મોદીની હાજરીમાં સરપંચ સંમેલન યોજાવાનું છે.

જેને લઈને અનેક રસ્તા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. ત્યારે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએમડીસી ગ્રાઉન્ડમાં યોજવાનર કાર્યક્રમને લઈને જાહેરનામું જાહેર કરવામાં આવ્યું છે. જેમાં કેટલાક રસ્તા પર તમામ વાહનો માટે પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે જે જાહેરનામનો ભંગ કરશે તેના સામે કાર્યવાહી કરવામાં આવશે.પોલીસ કમિશનરના જાહેરનામાં મુજબ હિમાલયા મોલથી સંજીવની હોસ્પિટલથી શહીદ ચોકથી માનસી સર્કલ તથા સંજીવની હોસ્પિટલથી એન.એફ.ડી સર્કલ થઈ ગુરુદ્વારા ચાર રસ્તા સુધીનો માર્ગ વાહનોની અવરજવર માટે પ્રતિબંધિત રહેશે. વૈકલ્પિક માર્ગ માટે હિમાલ્યા મોલથી થલતેજ ચાર રસ્તા થઈ ગુરુદ્વારા ચાર રસ્તા થઈ પકવાન ચાર રસ્તા થઈ માનસી ચાર રસ્તા તરફના માર્ગનો વાહનોની અવરજવર માટે ઉપયોગ કરી શકાશે. પીએમ મોદીના આગમન પહેલાં સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી, જ્યાં તમામ અધિકારીઓ અને કર્મચારીઓ માટે પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા છે. પીએમની સુરક્ષામાં હથિયારી ગાર્ડ પણ રહેશે. વીવીઆઈપી અવરજવર હશે, ત્યારે બિનઅધિકૃત લોકોનો પ્રવેશ રોકવામાં આવશે. પીએમના આગમન સમયે હુમલો, વિરોધપ્રદર્શન જેવી સ્થિતિ ઊભી ના થાય એનું ધ્યાન રાખવા સૂચના આપવામાં આવી છે. આ અંગે સેક્ટર-૧ જેસીપી રાજેન્દ્ર અસારીએ જણાવ્યું હતું કે અત્યારસુધીના વીવીઆઈપી બંદોબસ્તમાં જે ખામીઓ થઇ છે એ ફરીથી ના થાય એ માટે ખાસ તકેદારી રાખવામાં આવશે.

મોદીના કાર્યક્રમ દરમિયાન ૪ આઈજી-ડીઆઈજી કક્ષાના અધિકારીઓ, ૨૪ ડીસીપી, ૩૮ એસીપી, ૧૨૪ પીઆઈ, ૪૦૦ પીએસઆઈ અને ૫૫૫૦ પોલસીકર્મી તહેનાત રહેશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પર આવશે. એરપોર્ટથી ગાંધીનગર કમલમ કાર્યાલય સુધી વડાપ્રધાનનો રોડ શો યોજાશે. રોડ શોને લઇ તૈયારીઓને આખરી ઓપ આપવામા આવી રહ્યો છે. વડાપ્રધાનના અભિવાદન માટે ૪ લાખ લોકો હાજર રહેવાના છે. લોકોને ઉભા રહેવા માટે રોડની ડાબી તરફ રેલીગ કરી દેવામાં આવી છે. એરપોર્ટથી લઇ અને કમલમ સુધી ૫૦ જેટલા સ્ટેજ તૈયાર કરવામાં આવી રહ્યા છે. સમગ્ર રૂટ પર અત્યારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. દરેક પોઇન્ટ પર ડીવાયએસપી અને પીઆઈ કક્ષાના અધિકારીઓને રાખવામાં આવ્યા છે. ઈન્દિરાબ્રિજ પર ભાજપના ઝંડા પણ લગાવી દેવામાં આવ્યા છે.વડાપ્રધાનના કાફલો એરપોર્ટથી કમલમ સુધી પહોંચે તેનું ગ્રાન્ડ રિહર્સલ પણ આજે યોજાયું હતું.

Related Posts