ગુજરાતના પનોતા પૂત્ર, વિકાસ પુરૂષ અને ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૧ મા જન્મ દિવસે સિહોરની સર્વોત્તમ ડેરી દ્વારા ૧.૨૫ લાખ વૃક્ષો વાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે.
સર્વોત્તમ ડેરીના સર ચિલિંગ સેન્ટર, સર ખાતે ડેરીના ચેરમેનશ્રી મહેન્દ્રભાઇ ધનોત દ્વારા વૃક્ષારોપણ કર્યા બાદ આ જાહેરાત કરવામાં આવી હતી.
આ અવસરે ૧૧,૦૦૦ વૃક્ષો રોપવામાં આવ્યાં હતાં. ભાવનગર જિલ્લાના ૬૮૦ ગામડાઓમાં તા. ૨૭-૦૯-૨૦૨૧ સુધીમાં આ સંકલ્પ પૂરો કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, સર્વોત્તમ ડેરી દ્વારા દર વર્ષે ચોમાસાની શરૂઆતમાં વૃક્ષોનું રોપણ કરવામાં આવે છે. ગત વર્ષે ડેરી દ્વારા ૧,૧૫,૦૦૦ વૃક્ષો રોપવામાં આવ્યાં હતાં.
આમ, સર્વોત્તમ ડેરી દ્વારા શ્વેતક્રાંતિ સાથે હરિયાળી ક્રાંતિમાં પણ લીડ લઇ અગ્રેસર રહી અનોખી સમાજસેવા કરવામાં આવી રહી છે. આ અવસરે ડેરીના મેનેજિંગ ડિરેક્ટરશ્રી એચ.આર. જોષી, કર્મચારીઓ તેમજ દૂધમંડળીના કાર્યવાહકો ઉપસ્થિત રહ્યાં હતાં.
Recent Comments