આગામી વિધાનસભાની ચુંટણીઓ થકી લોકસભામાં મજબૂત પાયો નાખવા માટે બીજેપી આગળ વધી રહી જેની તૈયારી અત્યારથી જ કરવામાં આવી રહી છે. જેથી નરેન્દ્ર મોદીના શપથ લીધાના 8 વર્ષની ઉજવણી અને સરકારના કામોના ગુણગાન ગાવામાં આવશે. વિવિધ રાજ્યોમાં આ કાર્યક્રમ યોજાશે. બીજેપી મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાજીએ વધુમાં જણાવ્યુ કે, આદરણીય પરશોત્તમ રૂપાલાજીએ 20 વર્ષના શાસન અને જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી લઈને દેશના પ્રધાનમંત્રી તરીકે સેવા આપે છે અને આ 20 વર્ષ દરમ્યાન દેશની પ્રજા માટે, દેશના ગરીબો માટે, દેશના યુવાનો માટે, દેશની મહિલાઓ માટે, દેશના રમતવીરો માટે, દેશના સૈનિકો માટે જે વિશેષ કાર્યો કર્યા છે તે યાદ કરાવ્યા અને આ બધા જ કાર્યો આગામી સમયમાં ગુજરાતની જનતા વચ્ચે લઈ અને આગામી ચૂંટણીને ધ્યાને રાખીને 20 વર્ષના સુશાસનના કાર્યો સાથે ગુજરાતની પ્રજા વચ્ચે જવાનું આહ્વાન પરશોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવ્યું છે. પ્રદિપસિંહ વાઘેલાએ વધુમાં જણાવ્યુ કે, આગામી સમયના અલગ અલગ કાર્યક્રમો નક્કી થયા છે જે પૈકી નરેન્દ્રભાઈ મોદી દેશના પ્રધાનમંત્રી તરીકેના શપથ લીધા તેના 08 વર્ષ પૂરા થશે એના ભાગરૂપે 15 દિવસના અભિયાનમાં સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણનું અભિયાન દેશની અંદર થઈ રહ્યું છે જેના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં પણ આ અભિયાન ચાલશે
વડાપ્રધાનના સુશાસનના માનમાં 15 દિવસના અભિયાનમાં સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણનું અભિયાન દેશની અંદર થશે

Recent Comments