વડાપ્રધાનની દિર્ઘદ્રષ્ટિના કારણે આજે ખેતી પોષણક્ષમ અને સમૃદ્ધ બની રહી છે
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દિર્ઘદ્રષ્ટિના કારણે સૌરાષ્ટ્રના છેવાડાના વિસ્તારોમાં પણ નર્મદા નદીના નીર પહોંચ્યા છે. ખેડૂત કલ્યાણકારી યોજનાઓના કારણે ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહ્યા છે. એમ અમરેલી તાલુકાના લાલકા ગામના ૬૦ વર્ષીય ખેડૂત મકવાણા પરસોત્તમભાઈએ જણાવ્યું હતું.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હું ખાતેદાર ખેડૂત છું. જેના કારણે નિયમિત રીતે કેન્દ્ર સરકાર પુરસ્કૃત કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત મારા ખાતામાં દર ચાર મહિને ૨ હજાર રૂપિયા જમા થાય છે. આ સહાયથી મને ખેતીના નાના-મોટા ખર્ચા કરવામાં મદદ મળે છે.વધુમાં તેમણે સિંહોની ધરતી એવી અમરેલીમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વાગત કરવા અમે આતુર છીએ તેવો ભાવ વ્યક્ત કરીને અમરેલી જિલ્લાના વિકાસ માટે યોજાયેલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો તેમને અવસર મળ્યો છે તેનો આનંદ વ્યક્ત કર્યો હતો.
Recent Comments