વડાપ્રધાનની મુલાકાતના સંદર્ભે વિવિધ એસોસીએશનના પદાધિકારીઓ સાથે બેઠક યોજતાં શિક્ષણ મંત્રી
શિક્ષણમંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ આજે સવારે કલેક્ટર કચેરી ખાતે વિવિધ એસોસિયેશન, શૈક્ષણિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિશ્રીઓ સાથે વડાપ્રધાનશ્રીના ભાવનગર જિલ્લાના પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત બેઠક યોજી હતી.
આ બેઠકમાં કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. પ્રશાંત જિલોવા, નિવાસી અધિક કલેક્ટરશ્રી બી.જે. પટેલ, વિવિધ એસોસીએશનના હોદ્દેદારો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
Recent Comments