વડાપ્રધાનશ્રીનાં જન્મદિવસ નિમિતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ શિબિરનું આયોજન
દેશનાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના પ્રયાસોથી સમગ્ર વિશ્વમાં તા.૨૧મી જુનનાં દિવસને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે ગુજરાત સરકારશ્રીનાં રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના કરવામાં આવેલ છે.
જેનો હેતુ સમગ્ર ગુજરાતનાં લોકો નિરોગી રહે અને રાજ્યનાં દરેક નાગરીકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. જે સંદર્ભે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાતમાં વડાપ્રધાનશ્રીના જન્મદિવસ નિમિતે યોગ કરવામાં આવનાર છે. જે અંતર્ગત ભાવનગર જિલ્લાનાં ત્રણ આઇકોનિક સ્થળો ખાતે યોગ કરવામાં આવનાર છે. જેમાં શામળદાસ કોલેજ ગ્રાઉન્ડ- ભાવનગર ઝોન, આલ્ફ્રેડ સ્કુલ ગ્રાઉન્ડ- ક્રેસંટ અને પાલીતાણા હાઇસ્કુલ- તળેટી રોડ ખાતે તા.૧૬ અને ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૩ નાં રોજ સવારનાં ૦૬-૦૦ થી ૦૮-૦૦ કલાક દરમિયાન યોગ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. આ યોગ શિબિર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આહવાન કરાયું છે.
Recent Comments